Not Set/ અમદાવાદ મનપામાં AIMIM વિપક્ષ તરીકે બેસવા તૈયાર, મેયરને કરી રજૂઆત

અમદાવાદ મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ભાગે 24 બેઠકો આવી હતી. તેમ છતાં આજ દિન સુધી આંતરિક ખેંચતાણ ને લઇ તેઓ વિપક્ષના નેતાનું નામ જાહેર કરવામાં અસર્મથ જાહેર કરવામાં અસમર્થ રહ્યા છે.

Ahmedabad Gujarat
જગન્નાથ જી 3 અમદાવાદ મનપામાં AIMIM વિપક્ષ તરીકે બેસવા તૈયાર, મેયરને કરી રજૂઆત

અમદાવાદ મનપાની ચૂંટણી પરિણામ આવ્યાને ચાર મહિના કરતા વધુ સમય વીતી ચુક્યો છે. જો કે હજુ સુધી કોંગ્રેસ દ્વારા મનપા માટે વિપક્ષના નેતાના નામની જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે અમદાવાદ મનપામાં પ્રથમવાર ઉમેદવાર ઉભા રખ્યા હતા અને જેના સાત ઉમેદવાર જીત્યા છે એવી AIMIM  દ્વારા અમદાવાદ મનપામાં વિપક્ષ માટે રજૂઆત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ભાગે 24 બેઠકો આવી હતી. તેમ છતાં આજ દિન સુધી આંતરિક ખેંચતાણ ને લઇ તેઓ વિપક્ષના નેતાનું નામ જાહેર કરવામાં અસર્મથ જાહેર કરવામાં અસમર્થ રહ્યા છે. જેનો સીધો ફાયદો ઉઠાવતા AIMIMના શહેર પ્રમુખ શમશાદ પઠાણે પોતાની પાર્ટીના ચૂંટાયેલા 7 કોર્પોરેટરને સાથે રાખીને મેયર કિરીટ પરમારને વિપક્ષ નેતા બનવા માટે આવેદનપત્ર આપ્યું હતું. અને પક્ષના નેતા મોહંમદ રફીક શેખને વિરોધ પક્ષના નેતા બનાવવા માટે રજુઆત કરી હતી.

જગન્નાથ જી 2 અમદાવાદ મનપામાં AIMIM વિપક્ષ તરીકે બેસવા તૈયાર, મેયરને કરી રજૂઆત

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મનપાની ચૂંટણી સમયે પણ આંતરિક વિખવાદ ચરમ સીમા પર હતો. જેનો સીધો ફાયદો ભાજપ અને AIMIMને થયો છે. હવે ફરી એકવાર કોંગ્રેસનો આંતરિક વિખવાદ વિપક્ષ નેતાનું પદ પણ જાય તેવો ઘટ સર્જાયો છે. અને જો વિપક્ષ નેતાનું પદ ઐમીમ ને ફાળે જાય તો અમદાવાદ મનપામાં કોંગ્રેસ માટે પાણીમાં ડૂબી મરવા જેવો ઘાટ સર્જાય