Not Set/ કૂખ ભાડે આપવાથી શરૂ થયેલો વેપાર બાળ તસ્કરી સુધી પહોંચ્યો

આ ગેંગ રાજ્યમાંથી બાળકોની તસ્કરી કરીને હૈદરાબાદ જઈ વેચી આવતા હતા. પકડાયેલા આરોપીઓ મહેસાણા, અમદાવાદ , વડોદરા અને હૈદરાબાદના રહેવાસી છે.

Top Stories Ahmedabad Gujarat
બાળકી આ ગેંગ રાજ્યમાંથી બાળકોની તસ્કરી કરીને હૈદરાબાદ જઈ વેચી આવતા હતા. પકડાયેલા આરોપીઓ મહેસાણા, અમદાવાદ , વડોદરા અને હૈદરાબાદના રહેવાસી છે.

અમદાવાદની ગોમતીપુર પોલીસે બાળ તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ગોમતીપુર વિસ્તારમાંથી ત્રણ અઠવાડિયા પહેલાં એક બાળકી ગુમ થઈ હતી. જેની તપાસ કરતાં બાળ તસ્કરી સુધી મામલો પહોંચ્યો. જે મામલે પોલીસે 9 ઈસમોની ધરપકડ કરી છે.

  • બાળ તસ્કરીનો પર્દાફાશ
  • ગોમતીપુર પોલીસે કર્યો પર્દાફાશ
  • કૂખ ભાડે આપવાથી શરૂ થયેલો વેપાર બાળ તસ્કરી સુધી પહોંચ્યો
  • 9 શખ્સોની ધરપકડ

ગોમતીપુર વિસ્તારમાંથી 17 ફેબ્રુઆરીની રાતે એક શ્રમિક દંપતીની બાળકીનું અપહરણ થયું હતું. જેની તપાસ કરવામાં આવતા સમગ્ર મામલો બાળ તસ્કરીનો હોવાનું ખૂલ્યું અને સરોગેસીના નામે બાળક તસ્કરી કરી અને બાળકોના સોદા કરતી ગેંગને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી હતી. ઝડપાયેલી આ ગેંગ રાજ્યમાંથી બાળકોની તસ્કરી કરીને હૈદરાબાદ જઈ વેચી આવતા હતા. પકડાયેલા આરોપીઓ મહેસાણા, અમદાવાદ , વડોદરા અને હૈદરાબાદના રહેવાસી છે. સુરતમાં રહેતા અશોક ચેટીમલ્લા અને તેમની પત્નીને બાળક જોઈતું હતું. આથી આ શખ્સોએ બાળકીને 2 લાખમાં બાળક વેચી હતી. જો કે પોલીસે સુરતના દંપતી પાસેથી બાળકી પરત મેળવીને તેમના માતા-પિતાને સોંપી છે.

ઝડપાયેલા આરોપીઓ પૈકીની કિંજલે પોતાનું બાળક હોવાનું કહીને બાળકવાંછુ દંપતીને વેચ્યું હતું. તો તપાસમાં એ પણ સામે આવ્યું છે કે કિંજલ અને વર્ષા સરોગેસીથી બાળક લાવતા અને ગુજરાત સહિત અન્ય રાજ્યોની હોસ્પિટલોના સંપર્કમાં આવી બાળકવાંછુ લોકોને બાળકોને વેચતા અને રૂપિયા કમાતા હોવાનો ખુલાસો થયો છે.

ચૂંટણીનું વર્ષ છે, ગ્રાન્ટ વાપરવાનું શરૂ કરો’ : સીઆર પાટિલની સાંસદોને ટકોર

Ukraine Crisis / યુક્રેન સંકટ વચ્ચે રશિયા સાથે મિત્રતાનો ભવિષ્યમાં શું ફાયદો થશે ?

Russia-Ukraine war / ક્યા સંજોગોમાં યુક્રેન-રશિયા યુધ્ધ સમાપ્ત થઇ શકે છે ..!!

Ukraine Crisis / બંકર શું છે? કેવી રીતે સુરક્ષિત રાખે છે? શું ઝેલેન્સકી સુરક્ષિત બંકરમાં છે ?

સાવધાન! / હેલ્મેટ કે કારમાં સીટ બેલ્ટ બાંધીને જજો… !! નહીં તો ભરવો પડશે ભારે દંડ

Gujarat /  ખાનગી શાળામાં ખોબાભરીને ફી ચૂકવતા પહેલા ચેતજો !! રાજ્યની ખાનગી સ્કૂલોમાં લાયકાત