Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં છઠ્ઠ પૂજા દરમિયાન બાળકના ગુમ થવાના કેસમાં પોલીસે કરેલી તપાસમાં બાળકનો મૃતદેહ મળી આવતા રોક્કળ મચી ગઈ છે. બાળકનો મૃતદેહ પડોશીના ઘરમાંથી જ મળ્યો હતો. પડોશીએ બાળકને મોતને ઘાટ ઉતાર્યો હતો.
બાળક ગુમ થતાં અપહરણનો કેસ થયો હતો અને હવે તેનો મૃતદેહ મળી આવતા પોલીસે હત્યાનો કેસ નોંધ્યો છે. પડોશીએ બાળકના મૃતદેહને લોખંડની પેટીમાં બંધ કર્યો હતો. પડોશી આર્મીનો જવાન હોવાની વિગતો સામે આવી રહી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે આ હત્યા કયા કારણસર કરવામાં આવી તેની પણ તપાસ શરૂ કરી છે.
આ પહેલા બનેલી આ જ પ્રકારની ઘટનામાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોડા ગામે રહેતા પરિવારનો ૩ વર્ષના બાળકની ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ પાડોશી માતા- પુત્રએ છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. આ બનાવમાં પાટડી પોલીસ મથકે માતા-પુત્ર સામે મૃતક બાળકના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. કેસ ધ્રાંગધ્રા સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે બન્ને આરોપી માતા-પુત્રને ગુનેગાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.
દસાડાના ખારાઘોઢા ગામે રહેતા ઈમરાનભાઈ જેલાનીભાઈ સૈયદ તેમના પડોશીમા રહેતા સંબધી મહેરૂમબેન અબ્દુલભાઈ સૈયદ પુત્ર આશીફ અબ્દુલભાઈને ઈમરાનભાઈ અને તેમના પત્નીએ તેમના ઘરે આવવાની ના પાડી હતી. આ બાબતે બન્ને પરીવારો વચ્ચે તકરાર સર્જાઈ હતી.
ઈમરાનભાઈ પીયુષભાઈ વાણીયાની જમીન ખેડતા હતા. 22 નવેમ્બર 2019ના રોજ પત્ની યાસ્મીનબેન સાથે સવારે મજૂરીકામે ગયા હતા. ત્યારે સવારે ઈમરાનભાઈને બહેન મુમતાઝબેને ફોન કરી જણાવ્યુ કે, ત્રણ વર્ષનો સોહીલ ઈમરાનભાઈ કયાંય જોવામાં આવતો નથી. આથી ઈમરાનભાઈ અને યાસ્મીનબેન તરત જ ખેતરેથી ઘરે આવ્યા હતા. આસપાસની શેરીઓમાં તથા ગામમાં ઢોલ ટીપી સોહીલની તપાસ કરાવાઈ હતી. પરંતુ સોહીલનો મળી આવ્યો ન હતો.
ત્યારે તેમની બાજુમાં રહેતા મહેરૂમબેન ઘરને તાળુ મારી બહાર બેઠા હતા, ઈમરાનભાઈને શક જતા મકાનનો દરવાજો ખોલવાનું કહેતા મહેરૂમબેને દરવાજો ખોલવાની ના પાડી હતી. આથી ઈમરાનભાઈએ મહેરૂમબેન પાસેથી ચાવી લઈને ઘરનો દરવાજો ખોલતા મકાનમાં આશીફ સૈયદભાઈ ખાડો ખોદતો હતો અને ઈમરાનભાઈ સહિતનાઓને જોતા જ આશીફ ગભરાઈ ગયો હતો.
ઘરમાં તપાસ કરતા અનાજ ભરવાની પતરાની પેટીમાંથી કોથળીમાં બાંધેલો સોહીલ મળી આવ્યો હતો. તેના ગળા પર છરી વડે ઘા કરાયા હોવાથી લોહી લુહાણ હાલતમાં તેને દવાખાને લઈ જવાયો હતો, પરંતુ ત્રણ વર્ષીય પુત્રને બચાવી શક્યા ન હતા.
આ પણ વાંચો: સાબરકાંઠામાં સગી જનેતાએ બાળકની હત્યા કરતા ચકચાર
આ પણ વાંચો: ત્રણ વર્ષના બાળકની હત્યા કરનારા માતાપુત્રને આજીવન કેદ
આ પણ વાંચો: હળવદના ટીકર ખાતે બાળકની હત્યા, પતિ પત્નીના ઝઘડામાં હત્યા કરાયાની શંકા
