Sabarkantha News: સાબરકાંઠામાં સગી જનેતાએ બાળકની હત્યા (Son Murder) કરી છે. ગુમ થયેલા બાળક અંગે પોલીસે તપાસ કરતાં માતા જ હત્યારી નીકળી હતી. ખેતમજૂરી કરતાં પરિવારનું બાળક ગુમ થયું હતું. 15 દિવસના બાળકને ઉપાડી ગયાની રજૂઆત કરવામાં આવી હતી. 15 દિવસના બાળકને ઉપાડી ગયાની રજૂઆત હતી. બાળકને અજાણ્યા લોકો ઉપાડી ગયાની રજૂઆત હતી. પોલીસે કુટુંબીજનોની પૂછપરછ કરી હતી. છેવટે પોલીસની ઉલટ તપાસમાં સગી જનેતા જ હત્યારી નીકળી હતી.
જનેતાએ જ કૂવામાં બાળકને ફેંકી દઈને ગુમ હોવાનું નાટક કર્યુ હતું. પોલીસની હાજરીમાં બાળકને કૂવામાંથી બહાર કાઢવામાં આવશે. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા છે. પોલીસે શા માટે બાળકની માતાએ હત્યા કરી તેની તપાસ આદરી છે. ઘરકંકાસ છે કે પ્રેમસંબંધ છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. આ બનાવના પગલે લોકો કળિયુગી માતા પર ફિટકાર વરસાવી રહ્યા છે. તેની સાથે કહી રહ્યા છે કે માતા જ કુમાતા નીકળી અને બાળકને ખતમ કરી નાખ્યો. આટલા નાના બાળકનો ગુનો શું હતો.
આ પહેલા અગાઉ અમરેલીમાં બનેલી ઘટનામાં દાહોદ જિલ્લાના મૂળ રહેવાસી મનીષાબેન બામણીયાએ પ્રેમ સંબંધની વળગણમાં આવીને પોતાના દોઢ માસના માસુમ બાળકને પાણીની ટાંકીમાં ડુબાડી હત્યા કરી નાખી છે. પતિ-પત્ની વચ્ચેના ઝઘડાના કારણે આ હૃદયવિદારક કૃત્ય કરાયું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ હત્યાના ઘટનાક્રમ મુજબ, મનીષાબેનના દોઢ માસના બાળકની લાશ પાણીની ટાંકીમાંથી મળી આવી હતી. આ ઘટના બાદ સમગ્ર ગામમાં દહેશત ફેલાઈ ગઈ હતી.
આ મામલામાં પોલીસે વધુ તપાસ કરતા મનીષા બામણીયાના પ્રેમ સંબંધ અને તેના કારણે પતિ સાથે થયેલા ઝઘડાને કારણે તેણે આ કૃત્યને અંજામ આપ્યો હતો. પ્રેમી મિથુન સાથે લગ્ન કરવા અને સામાજિક મર્યાદાઓ પ્રમાણે બીજા લગ્ન કરવા માટે બાળક ન હોવું જોઈએ. તે મર્યાદાના કારણે તેણે પોતાના જ બાળકને કાંટો સમજીને હટાવવાનો પ્રયાસ કર્યો હતો અને પરિણામે આ અત્યંત નિર્દયી ઘટના બની છે.
આ પણ વાંચો: સાબરકાંઠામાં અકસ્માત બાદ દોઢ કરોડની લૂંટ
આ પણ વાંચો: સાબરકાંઠામાં શાહુડીનો શિકાર કરનારા આરોપીઓના જામીન નામંજૂર
આ પણ વાંચો: સાબરકાંઠામાં પરપ્રાંતીય યુવકની હત્યાને પગલે ચકચાર