Sabarkantha News/ સાબરકાંઠામાં અકસ્માત બાદ દોઢ કરોડની લૂંટ

સાબરકાંઠામાં અકસ્માત બાદ લૂંટ(Loot) ની ઘટનાથી સનસનાટી મચી ગઈ છે. કારે પલ્ટી ખાધા બાદ કારમાં દોઢ કરોડ ભરેલા બે થેલા લૂંટારુઓ લૂંટી ગયા હતા. કારચાલકે લૂંટ થયાની પોલીસને જાણ કરી હતી.

Gujarat Others Breaking News
Beginners guide to 2024 10 01T132516.132 સાબરકાંઠામાં અકસ્માત બાદ દોઢ કરોડની લૂંટ

Sabarkantha News: સાબરકાંઠામાં અકસ્માત બાદ લૂંટ(Loot) ની ઘટનાથી સનસનાટી મચી ગઈ છે. કારે પલ્ટી ખાધા બાદ કારમાં દોઢ કરોડ ભરેલા બે થેલા લૂંટારુઓ લૂંટી ગયા હતા. કારચાલકે લૂંટ થયાની પોલીસને જાણ કરી હતી. પોલીસે કારચાલકની ફરિયાદના પગલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ ટીમોમાં સ્થાનિક પોલીસ અને એલસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સાબરકાંઠાના પ્રાંતિજમાં લૂંટના બનાવના પગલે પોલીસે સમગ્ર જિલ્લાની નાકાબંધી કરી છે. દરેક નાકા પર વાહનોનું ચેકિંગ થવા માંડ્યું છે. આ ઉપરાંત પોલીસે તેના બાતમીદારોની ફોજ પણ સક્રિય કરી દીધી છે. પોલીસને ટૂંક સમયમાં જ આરોપીઓના સગડ મળે તેવી આશા છે.

પોલીસને શંકા છે કે આ અકસ્માત પણ કદાચ લૂંટના કાવતરાના આયોજનનો હિસ્સો હોઈ શકે.આમ પોલીસ આ પાસા પર પણ તપાસ કરી રહી છે. તેથી અકસ્માત કેવી રીતે સર્જાયો અને કાર કેવી રીતે ઉલ્ટી થઈ ગઈ તે પણ જોઈ રહી છે. આ ઉપરાંત આ કિસ્સામાં કોઈ જાણભેદુનો પણ હાથ હોઈ શકે તેમ પોલીસ માને છે. તેથી પોલીસે ફરિયાદના સેલફોનના કોલ રેકોર્ડની પણ ચકાસણી કરી છે.

આ પહેલા સાબરકાંઠામાં બનેલા લૂંટના બનાવમાં પોલીસ ચાર આરોપીની પોલીસે ધરપકડ કરવામાં સફળ રહી હતી. તેમની પાસેથી પોલીસે રૂ.11.22 લાખનો મુદ્દ્માલ કબજે કર્યો હતો. સાબરકાંઠાના હિમતનગરમાં  બસ સ્ટેન્ડ પાસે લૂંટનો આ બનાવ બન્યો હતો. જેમાં પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે છ અલગ અલગ ટીમો બનાવી હતી. અંતે પોલીસે રૂ.11.22 લાખના મુદ્દામાલ સાથે ચાર આરોપીને ઝડપી લીધા હતા. જોકે હજી પાંચ આરોપીઓ ફરાર છે જેની પોલીસ શોધ ચલાવી રહી છે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સાબરકાંઠાના વડાલીમાં 42થી વધુ વ્યક્તિઓની જાણ બહાર ખાનગી બેન્કોમાં એકાઉન્ટ, ડીમેટ ખૂલી ગયા

આ પણ વાંચો: સાબરકાંઠામાં શાહુડીનો શિકાર કરનારા આરોપીઓના જામીન નામંજૂર

આ પણ વાંચો: ફ્રોડ સ્કીમઃ અરવલ્લી અને સાબરકાંઠાના કેટલાય લોકો રૂપિયા ડબલ થી ત્રિપલની માયાજાળમાં ફસાયા