Not Set/ સુરેન્દ્રનગર/ ઉમરડાથી કાનપરનો રસ્તો બન્યો અકસ્માતનો એપીસેન્ટર

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર રાજ્યમાં બનાવતા આવતા રોડની ગુણવત્તાને લઈ અનેકવાર ફરિયાદો ઉઠી છે. આવી જ રીતે સુરેન્દ્રનગર જીલ્લામાં મુળી તાલુકાનાં ઉમરડાથી કાનપરનો રસ્તો તેની ઓછી ગુણવત્તાના કારણે બન્યો અકસ્માતનો એપીસેન્ટર બની ગયો હોય એવું લાગી રહ્યું છે. આ રોડની વાત કરીએ તો, ઉમરડા વાયા કાનપર રસ્તો નેશનલ હાઈવે ને મળે છે અને […]

Gujarat Others

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

રાજ્યમાં બનાવતા આવતા રોડની ગુણવત્તાને લઈ અનેકવાર ફરિયાદો ઉઠી છે. આવી જ રીતે સુરેન્દ્રનગર જીલ્લામાં મુળી તાલુકાનાં ઉમરડાથી કાનપરનો રસ્તો તેની ઓછી ગુણવત્તાના કારણે બન્યો અકસ્માતનો એપીસેન્ટર બની ગયો હોય એવું લાગી રહ્યું છે.

આ રોડની વાત કરીએ તો, ઉમરડા વાયા કાનપર રસ્તો નેશનલ હાઈવે ને મળે છે અને વાયા બોર્ડ થી અમદાવાદ અને રાજકોટ તરફ જ‌ઈ શકાય છે માટે આ રસ્તો વાહનવ્યવહાર સતત ચાલુ હોય છે. પરંતુ ઉમરડા કાનપર રસ્તો એકદમ હલકી ગુણવત્તા નું કામ જે તે સમયમાં થયેલ કોન્ટ્રાકટર દ્વારા અને છેલ્લા ઘણા સમયથી કોઈ રીપેરીંગ કે નાળા ઉપર સંરક્ષણ દિવાલ બનાવવા માં આવેલ ન હોવા ના કારણે વાહનચાલકો અકસ્માત નો ભોગ બને છે અને ગંભીર ઈજાગ્રસ્ત થયા છે ત્યારે આ રસ્તો નું સમારકામ તાત્કાલિક અસરથી કરવામાં આવે તેમ ગ્રામજનો એ જણાવ્યું હતું

આ મામલે ઉમરડા સરપંચ કનુભાઈ કરપડાનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે, આ રસ્તો હાલ બીસ્માર હાલતમાં છે અને આ અંગે અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરેલ છે આજે પણ ટેલીફોનીક રજુઆત કરી છે અવારનવાર અકસ્માત ના બનાવો બને છે અને તે બાબતે જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ