Sabarkantha News/ સાબરકાંઠામાં શાહુડીનો શિકાર કરનારા આરોપીઓના જામીન નામંજૂર

માહિતી મુજબ સાત દિવસ પહેલા ગામના 6 શખ્સોએ જંગલની સરહદે ફાસલો બનાવીને શાહુડીનો શિકાર કર્યો હતો, શાહુડીનો ઉપયોગ ખોરાકમાં કર્યો હતો.

Top Stories Gujarat Breaking News
Image 2024 09 23T092428.084 સાબરકાંઠામાં શાહુડીનો શિકાર કરનારા આરોપીઓના જામીન નામંજૂર

Sabarkantha News: સાબરકાંઠાના (Sabarkantha) વડાલીના (Vadali) નવાવાસ નજીક જંગલમાં શાહુડીનો (Porcupine) શિકાર કરાતા વડાલી વન વિભાગે (Forest Department) તપાસ હાથ ધરી છે.

માહિતી મુજબ સાત દિવસ પહેલા ગામના 6 શખ્સોએ જંગલની સરહદે ફાસલો બનાવીને શાહુડીનો શિકાર કર્યો હતો, શાહુડીનો ઉપયોગ ખોરાકમાં કર્યો હતો. અપરાધના પગલે શાહુડીનો શિકાર કરનારા 6 શખ્સોને વન વિભાગે ઝડપી તપાસ હાથ ધરી છે.  6 આરોપીઓ સામે ગુનો નોધી કાર્યવાહી શરૂ કરી છે.  વડાલી વન વિભાગે ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યું હતુ. આરોપીઓને કોર્ટમાં રજુ કરતા કોર્ટે જામીન નામંજૂર કર્યા છે.  આરોપીઓને સબજેલમાં મોકલી આપવાનો હુકમ કરાયો છે.

માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લા ફોરેસ્ટ વિભાગના વન્યપ્રાણી શિકારની પ્રવૃતિ નાબીદ કરવા નવાવાસ (ચાંડપ) ગામમાં શાહુડીનો શિકાર કર્યાની જાણ થઈ હતી, જેને પગલે જંગલ વિભાગના અધિકારીઓએ ત્વરિત કાર્યવાહી શરૂ કરી હતી. શિકાર કરનારા 6 આરોપીઓને ઝડપી પાડી અટકાયત કરવામાં આવી હતી.

ભારતીય શાહુડીને વન્યપ્રાણી સંરક્ષણ અઘિનિયમ -1972 (Wildlife Protection Act) તેમજ સુઘારા અધિનિયમ, 2022 અંતર્ગત વડાલી કોર્ટમાં રજૂ કરતાં તમામ આરોપીઓના કોર્ટ દ્વારા જામીન નામંજૂર કર્યા હતા. 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી સબજેલ હિંમતનગર ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ આ ગુનામાં ઓછામાં ઓછી 3 અને વધુમાં વધુ 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.

ઝડપાયેલ આરોપીઓ

1.કિરણસિહ કાંતિસિહ ઝાલા
2.તેજસિહ સેઘસિહ ડાભી
3.રાજુસિહ બાબુસિહ ડાભી
4.ગંગુસિહ સુરજસિહ ડાભી
5.ગલસિહ રામસિહ ડાભી
6.વિજયસિહ પાનસિહ ડાભી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કબૂતરની ડ્રોપિંગ્સ અને પીંછાના સંપર્કથી બાળક ગંભીર રોગનો થયો શિકાર

આ પણ વાંચો:યુવતી સમજી કર્યું ચેટિંગ, પણ યુવક સાથે જ થઈ ગયું ચીટિંગ, કાવતરામાં ફસાયો અને થયો શિકાર

આ પણ વાંચો:દુનિયાના સૌથી ખતરનાક સાપ, ઉડીને કરે છે શિકાર…જુઓ વીડિયો