Sabarkantha News/ સાબરકાંઠામાં પરપ્રાંતીય યુવકની હત્યાને પગલે ચકચાર

અંગત અદાવતને પગલે હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું

Top Stories Gujarat

Sabarkantha News : સાબરકાંઠામાં પરપ્રાંતિય યુવકની હત્યાને પગલે ચકચાર મચી ગઈ છે. સાબરકાંઠાના ઈડર સ્થિત સુદ્રાસણાંમાં હત્યાનો આ બનાવ બન્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ રિવર ફાર્મ હાઉસ પર રાત્રિના સમયે હત્યાનોઆ બનાવ બન્યો હતો. જેમાં અંગત અદાવતને પગલે ઉગ્ર બોલાચાલી થતા મામલો બચક્યો હતો. બાદમાં આરોપીએ તિક્ષ્ણ હથિયાર વડે યુવકની હત્યા કરી નાંખી હતી.

આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બાદમાં મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ફાર્મ હાઉસ ખાતે કલર કામ ચાલી રહ્યું હતું. જેમાં કારીગરો વચ્ચે અંગત અદાવતને પગલે સામાન્ય બોલાચાલી થઈ હતી. તપાસમાં મૃતક રામપુર રામસહાય ઉત્તરપ્રદેશનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. આરોપી ભૂરો ઉર્ફે ગુરમેશસિંહે તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને પોતાના સાથીદારને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

હત્યા બાદ આરોપી પલાયન થઈ ગયો હતો. મૃતદેહને પીએમ માટે ઈડર સિવિલ હોસ્પિટલમાં મોકલી અપાયો હતો. ફરાર આરોપીને ઝડપી લેવા એલસીબી સહિતની ટીમો તપાસ ચલાવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: છોટાઉદેપુરના સંખેડામાં કળયુગી શ્રવણે કરી પિતાની હત્યા

આ પણ વાંચો: વૃદ્ધ દંપતીની કરપીણ હત્યા, છોટાઉદેપુરમાં બની ડબલ મર્ડરની ઘટના

આ પણ વાંચો: છોટાઉદેપુર:પતિએ પત્નીની કરી હત્યા પતિએ પત્નીને માથામાં ડંડો મારી કરી હત્યા અન્ય મહિલા સાથે લગ્ન કરવા બબાલ થઇ હતી પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી