Surat News: હીરા ઉદ્યોગમાં (Diamond Industry) મંદીના કારણે રત્નકલાકારો ચોરી કરવા માટે મજબૂર બન્યા છે. સુરત પોલીસે રત્ન કારીગરને ચોરીની બાઈક સાથે ઝડપી પાડ્યો છે. સુરતમાં હીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીના ચાલી રહી છે. જેના કારણે અનેક લોકોના પગાર ઓછા થયા છે તો કેટલાંક લોકો બેરોજગાર (Unemployed) બન્યા છે. જેમાંથી અમુક બેરોજગાર રત્નકલાકારોને કામ ન મળતા ચોરીના રવાડે ચડ્યા છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે રત્ન કારીગરને ચોરીના વાહન સાથે ઝડપ્યો છે.
પોલીસે ધરપકડ કરેલા રત્ન કલાકારનું નામ સત્યમ મેઘજી છે. હીરા ઉદ્યોગમાં મંદી આવતા રત્ન કલાકાર બેરોજગાર બન્યો હતો. અનેક જગ્યાએ કામ ન મળતા પૈસા કમાવવા માટે ચોરીના રવાડે ચડી ગયો. અને શહેરના વિવિધ વિસ્તારોમાંથી બાઈકની ચોરી કરવા લાગ્યો. ક્રાઈમ બ્રાન્ચે વાહન ચેકિંગ દરમિયાન આરોપીને નંબર પ્લેટ વગરની બાઈક અને 48 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો.
થોડા મહિનાઓ અગાઉ પણ સુરતના અમરોલી વિસ્તારમાંથી પોલીસે રત્નકારીગરને વાહનચોરી કરતા ઝડપ્યો હતો. આરોપી હીરાને લેસર મારવાનું કામ કરતો હતો. પરંતુ મંદીના કારણે રોજગારી છીનવાઈ ગઈ હતી. જેના લીધે મકાનના હપ્તા સહિતના અનેક ખર્ચાઓ પૂરા કરવા માટે ચોરીના રવાડે ચડ્યો હતો.
સુરત માં હીરા ઉદ્યોગ માં મંદીની અસર છેલ્લા ઘણા સમય થી જોવા મળી રહી છે. તેવામાં રત્નકલાકારો ના હિતમાં સુરતની ત્રણ સંસ્થાએ શ્રમ અને રોજગાર મંત્રીને મળી રજુઆત કરી હતી. જેમાં રત્નકલાકારોને સરકાર તરફથી યોજનાનો લાભ મળે તેવી રજુઆત મંત્રી ને કરાઈ હતી. મંત્રી દ્વારા પણ તાત્કાલિક અભ્યાસ કરવા સૂચન કર્યું હતું.
સુરતમાં હીરા ઉદ્યોગ માં મંદી નું ગ્રહણ જોવા મળ્યું હતું.જેમાં અનેક રત્નકલાકારો અટવાઈ ગયા હતા. આર્થિક સંકડામણના કારણે છેલ્લા પાંચ મહિના માં અનેક રત્નકલાકારોએ આપઘાત પણ કરી લીધા હતા..ખાસ દિવાળીના એક મહિના પહેલાથી જ હીરાઉદ્યોગની હાલત કફોડી બની હતી જોકે છેલ્લા થોડા દિવસથી તેમાં – થોડાક અંશે સુધારો જોવા તો મળ્યો છે, પરંતુ રત્નકલાકારોને પૂરતું કામ મળી રહેતું નહીં હોવાના કારણે આર્થિક સંકડામણનો સામનો કરવો પડી રહ્યો છે. તેના નિરાકરણ માટે રાજ્ય સરકાર સમક્ષ સહાયની રજૂઆત કરવામાં આવી. ભૂતકાળમાં સમાન પરિસ્થિતિ ઉદભવતા તંત્ર દ્વારા રત્ન કલાકારો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: સુરતમાં રત્નકલાકારને ‘રેપ કેસ’ની ધમકી આપી પડાવાયા રૂપિયા અને પછી જે થયું….
આ પણ વાંચો: સુરત : હીરા ઉદ્યોગમાં મંદીની અસરને પગલે રત્નકલાકારો અને સંસ્થાઓએ તંત્રને સહાયની કરી રજૂઆત
