- ફાયર સેફ્ટીના અભાવે ટેક્સટાઇલ માર્કેટ પર તવાઇ
- રિદ્ધિ સિદ્ધિ માર્કેટની 11 દુકાનો સીલ
- અરિહંત માર્કેટની 83 દુકાનો સીલ
- મનીષ માર્કેટની 10 દુકાનો કરાઇ સીલ
સુરત અને આગ જાને એકબીજાના પર્યાય બની ચુક્યા હોય તેવું લાગે છે. છેલ્લા કેટલાય સમયથી આગની ઘટનાઓએ સુરતને ઘમરોળીને મૂકી દીધું છે. પહેલા તક્ષશિલા અને પછી રઘુવીર માર્કેટ આજ્ઞા ખપ્પરમાં હોમી ચુક્યું છે. સુરત ફાયર વિભાગની આટલી આગમચેતી અને સાવધાની હોવા છતાય લોકો તેમની સૂચનાને અવગણી રહ્યા છે. જેને લઈને ફાયર વિભાગે વધુ એક વાર ટેક્સટાઈલ માર્કેટ પર તવાઈ બોલાવી છે. અને ફાયર સેફ્ટીના મુદ્દે દુકાનો સીલ કરી છે.
સુરતમાં રિંગ રોડ પર આવેલા ટેક્સટાઈલ માર્કેટમાં ફાયર વિભાગે તવાઈ બોલાવી છે. અહીં 100થી વધુ દુકાનોને સીલ મારી દેવાયું છે. ફાયર સેફ્ટીનો અભાવ અને અકસ્માતના સમયે ભાગવા માટે માત્ર એક જ રસ્તો હોવાના કારણે માર્કેટની દુકાનો સીલ કરવામાં આવી છે.
જેમાં અરિહંત માર્કેટની 83 દુકાનો, રિદ્ધિ સિદ્ધિ માર્કેટની 11 દુકાનો અને મનિષ માર્કેટની 10 દુકાનો સીલ કરવામાં આવી છે. મહત્વનું છે કે સુરતમાં રઘુવીર માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. અહીં મોટે ભાગે ટેક્સટાઈલની દુકાનો અને કારખાના આવેલા હતા. જે તમામ બળીને ખાખ થઈ ગયા હતા. ત્યારબાદ આગની બીજી કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
