Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોડા ગામે રહેતા પરિવારનો ૩ વર્ષના બાળકની ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ પાડોશી માતા- પુત્રએ છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. આ બનાવમાં પાટડી પોલીસ મથકે માતા-પુત્ર સામે મૃતક બાળકના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. કેસ ધ્રાંગધ્રા સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે બન્ને આરોપી માતા-પુત્રને ગુનેગાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.
દસાડાના ખારાઘોઢા ગામે રહેતા ઈમરાનભાઈ જેલાનીભાઈ સૈયદ તેમના પડોશીમા રહેતા સંબધી મહેરૂમબેન અબ્દુલભાઈ સૈયદ પુત્ર આશીફ અબ્દુલભાઈને ઈમરાનભાઈ અને તેમના પત્નીએ તેમના ઘરે આવવાની ના પાડી હતી. આ બાબતે બન્ને પરીવારો વચ્ચે તકરાર સર્જાઈ હતી.
ઈમરાનભાઈ પીયુષભાઈ વાણીયાની જમીન ખેડતા હતા. 22 નવેમ્બર 2019ના રોજ પત્ની યાસ્મીનબેન સાથે સવારે મજૂરીકામે ગયા હતા. ત્યારે સવારે ઈમરાનભાઈને બહેન મુમતાઝબેને ફોન કરી જણાવ્યુ કે, ત્રણ વર્ષનો સોહીલ ઈમરાનભાઈ કયાંય જોવામાં આવતો નથી. આથી ઈમરાનભાઈ અને યાસ્મીનબેન તરત જ ખેતરેથી ઘરે આવ્યા હતા. આસપાસની શેરીઓમાં તથા ગામમાં ઢોલ ટીપી સોહીલની તપાસ કરાવાઈ હતી. પરંતુ સોહીલનો મળી આવ્યો ન હતો.
ત્યારે તેમની બાજુમાં રહેતા મહેરૂમબેન ઘરને તાળુ મારી બહાર બેઠા હતા, ઈમરાનભાઈને શક જતા મકાનનો દરવાજો ખોલવાનું કહેતા મહેરૂમબેને દરવાજો ખોલવાની ના પાડી હતી. આથી ઈમરાનભાઈએ મહેરૂમબેન પાસેથી ચાવી લઈને ઘરનો દરવાજો ખોલતા મકાનમાં આશીફ સૈયદભાઈ ખાડો ખોદતો હતો અને ઈમરાનભાઈ સહિતનાઓને જોતા જ આશીફ ગભરાઈ ગયો હતો.
ઘરમાં તપાસ કરતા અનાજ ભરવાની પતરાની પેટીમાંથી કોથળીમાં બાંધેલો સોહીલ મળી આવ્યો હતો. તેના ગળા પર છરી વડે ઘા કરાયા હોવાથી લોહી લુહાણ હાલતમાં તેને દવાખાને લઈ જવાયો હતો, પરંતુ ત્રણ વર્ષીય પુત્રને બચાવી શક્યા ન હતા.
બનાવની હત્યારા માતા-પુત્ર સામે પાટડી પોલીસ મથકે ગુન્હો નોંધાયો હતો કેસ શુક્રવારે ધ્રાંગધ્રા એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વી.એચ.ભટ્ટની દલીલો, ૨૦ મૌખિક અને ૩૦ દસ્તાવેજી પુરાવાના આધારે જજ એન.એચ.વસવેલીયાએ આરોપી માતા-પુત્રને આજીવન કેદની સજા ફટકારી હતી.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ખારાઘોડા સ્ટેશન પ્રાથમિક શાળાના શિક્ષિકાને નોટિસ
આ પણ વાંચો: લીંબડી-અમદાવાદ હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરથી વૃદ્ધનું મોત
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં નેશનલ હાઈવે પર અકસ્માતમાં મહિલાનું મોત, 7 ઈજાગ્રસ્ત
