Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાનો લીંબડી-અમદાવાદ હાઇવે જાણે મોતનો માર્ગ બની ગયો છે. કોઈ દિવસ માંડ ખાલી જાય છે જ્યારે આ રસ્તા પર અકસ્માત ન થાય. આવા જ એક અકસ્માતમાં અજાણ્યા વાહને ઉભેલા વૃદ્ધને હડફેટે લેતા એમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
દેવપરા ગામના પાટિયા પાસે પુરપાટ ઝડપે જઈ રહેલા અજાણ્યા વાહન ચાલકે ઉભેલા વૃદ્ધને અડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા.
આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે તાકીદે ઘટનાસ્થળે પહોંચી મૃતક વૃદ્ધની લાશને પોસ્ટમોર્ટમ માટે લીંબડી સરકારી હોસ્પિટલે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ ગોઝારા અકસ્માતને પગલે લીંબડી અમદાવાદ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. લીંબડી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: મહેસાણામાં EVની બેટરીમાં થયો મોટો બ્લાસ્ટ થતા પરિવારનો અભૂતપુર્વ બચાવ
આ પણ વાંચો: પેટ્રોલ પંપ પર કામ કરતી મહિલાના ઘરે આવ્યું 20 લાખનું વીજળીનું બિલ અને પછી….
આ પણ વાંચો: “ફરજી” વેબસિરીઝ જોઈને સુરતના રત્નકાલાકારે કર્યો કાંડ