Ahmedabad News/ ચાંદખેડામાં પાર્ક કરેલી બે કારમાંથી દારૂના જથ્થા સાથે 6.33 લાખનો મુદ્દામાલ કબજે

દારૂ અને બિયરનો જથ્થો ક્યાંથી મેળવ્યો અને કોને આપવાનો હતો તે સંદર્ભે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી

Ahmedabad Top Stories Gujarat

Ahmedabad News  : ચાંદખેડામાં રેલ્વે ક્રોસિંગ પાસે સંકલ્પ ગ્રીન ફ્લેટના ઈ બ્લોકના બેઝમેન્ટના જાહેર પાર્કિંગમાં અલ્ટો અને તેની બાજુમાં પાર્ક કરેલી ઈનોવા કારમાં દારૂનો જથ્થો હાવાની માહિતી ચાંદખેડા પોલીસને મળી હતી. બાદમાં ઝોન-2 ડીસીપી, એલ ડિવિઝનના એસીપી અને ચાંદખેડા પોલીસ સ્ટેશનના સીનીયર પીઆઈ એન.જી.સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે તપાસ હાથ ધરી હતી.

જેમાં સફેદ કલરની ઈનોવા કારમાંથી રૂ,1,24,785 ની કિંમતની 501 વિદેશી દારૂની બોટલો તથા તેની પાસે પાર્ક કરેલી અલ્ટો કારમાંથી રૂ.9,000 ની કિંમતના બિયરના 72 ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂ, બિયર અને બન્ને વાહનો મળીને કુલ રૂચ 6,33,785 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે ચાંદખેડા પોલીસે ઈનોવા અને અલ્ટો કારના ચાલકો વિરૂધ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીઓએ દારૂ અને બિયરનો જથ્થો ક્યાંથી મેળવ્યો અને કોને આપવાનો હતો તે સંદર્ભે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહેસાણામાં EVની બેટરીમાં થયો મોટો બ્લાસ્ટ થતા પરિવારનો અભૂતપુર્વ બચાવ

આ પણ વાંચો: પેટ્રોલ પંપ પર કામ કરતી મહિલાના ઘરે આવ્યું 20 લાખનું વીજળીનું બિલ અને પછી….

આ પણ વાંચો: “ફરજી” વેબસિરીઝ જોઈને સુરતના રત્નકાલાકારે કર્યો કાંડ