Surat News : સુરતમાં ઉમરપાડાના વાડી ગામની સૈનિક સ્કૂલમાં વિદ્યાર્થીઓની હાલત લથડતા તંત્ર દોડતું થયું હતું. સ્કુલમાં વિદ્યાર્થીઓની હાલત લથડતા સુરત જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલ સ્કૂલ પહોંચ્યા હતા. અધિકારીની સાથે તાલુકા આરોગ્યની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી.
શાળાના આચાર્ય અને ગૃહમાતાના સમગ્ર બાબતે નિવેદનો લેવાયા આવ્યા હતા. ગતરોજ શાળાના 18 જેટલા વિદ્યાર્થિઓની તબિયત લથડી હતી. તમામ વિદ્યાર્થીઓને ઝંખવાવ રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા. આજે 10 વિદ્યાર્થીને ડિસ્ચાર્જ કરાયા, હજુ 8 વિદ્યાર્થી સારવાર હેઠળ છે.
આ પણ વાંચો:સુરતની ગવાન મહાવીર કોલેજમાં વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
આ પણ વાંચો:સુરતમાં 13 વર્ષના કિશોરને માતાએ ઠપકો આપતા ગળેફાંસો ખાધો
આ પણ વાંચો:આણંદની હોસ્ટેલમાં 21 વર્ષના કાશ્મીરી વિદ્યાર્થીએ કર્યો આપઘાત, કારણ અકબંધ
