રાજ્યમાં વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સાઓ સતત વધતા જઈ રહ્યા છે. પરીક્ષાના તણાવમાં આવીને અથવા તો નાપાસ થવાના ડરથી વિદ્યાર્થીઓ પોતાનું જીવન ટૂંકાવી લે છે અને આ પ્રકારના કિસ્સાઓ અવાર નવાર પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે આવામાં વધુ એક 21 વર્ષના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટીની હોસ્ટેલનો આ બનાવ બન્યો છે.
આ અંગે મળતી માહિતી અનુસાર,સરદાર પટેલ યુનિવર્સિટીની નહેરુ હોસ્ટેલમાં અભ્યાસ કરતા 21 વર્ષના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. નહેરુ હોસ્ટેલની રૂમ નંબર 25માં પંખે લટકતો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં વિદ્યાનગર પોલીસ ઘટના સ્થળે આવીને તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, ઘટના સ્થળે પહોંચેલી પોલીસે 108 ને ફોન કરી વિદ્યાર્થીના મૃતદેહને પીએમ માટે શ્રી કૃષ્ણ હોસ્પિલ ખાતે ખસેડાયો છે. અભ્યાસ કરતા કાશ્મીરી વિદ્યાર્થીનું નામ મહંમદ સફી છે.
આજની 21મી સદીમાં યુવાવર્ગમાં આપઘાતનું પ્રમાણ વધતું જોવા મળે છે. હાઇસ્કૂલ બોર્ડના છાત્રો સાથે મેડિકલ જેવા ઉચ્ચ અભ્યાસ કરતાં છાત્રો પણ આપઘાત કરતાં જોવા મળે છે. મુશ્કેલી, સાથ, સહકાર ન મળવો અને સહનશક્તિનો અભાવ આત્મહત્યાના મૂળમાં જોવા મળે છે. આજે છાત્રોને સામાજીક આર્થિક કારણો સાથે તણાવ સાથેના જીવન અને ભણતરનો ભાર મુખ્ય ભૂમિકા ભજવે છે. સ્પર્ધાત્મક યુગમાં ઓછી સફળતા પણ તેને જીવન ટૂંકાવવાની પ્રેરણા આપે છે.
બોર્ડની વાર્ષિક પરિક્ષાના રિઝલ્ટ બાદ આપઘાતની ઘટના શાળા-કોલેજના છાત્રોમાં વધુ જોવા મળે છે. આજનો છાત્ર શ્રેષ્ઠ કરવા માંગે છે પણ તેનાથી થતું નથી ત્યારે તે જીવન ટુંકાવવા પ્રેરાય છે. ઘણીવાર મા-બાપો પણ તેની ક્ષમતા કરતાં વધુ અપેક્ષા રાખતા હોવાથી પણ તેના ગંભીર પરિણામો સહન કરવા પડે છે. આજે આપણી આસપાસ રોજ આવી ઘટના જોવા મળે છે. સ્ત્રીઓમાં આપઘાતનું પ્રમાણ વધ્યું છે. વડીલો વચ્ચેના જનરેશન ગેપ, નિરાશા, કંટાળો, આઘાત ઘણા કારણો જોવા મળે છે. આજે ડિપ્રેશનની ભયંકર સમસ્યા છે જેમાં માનવીના હકારાત્મક વલણો બદલાય જાય છે, નકારાત્મક વિચારો મજબૂત બનતા તે આ કૃત્ય કરવા પ્રેરાય છે.
આ પણ વાંચો:મુકેશ અંબાણીએ દુબઈમાં ખરીદ્યું અત્યાર સુધીનું સૌથી મોંઘુ ઘર, જાણો કિંમત અને ખાસિયત
આ પણ વાંચો:દિલ્હી પોલીસે કોમેડિયન મુનવ્વરના શોને ન આપી મંજૂરી, VHPએ આપી આવી ધમકી
આ પણ વાંચો:કોરોના કેસમાં રાહત, છેલ્લા 24 કલાકમાં 9 હજાર કેસ નોંધાયા, એક્ટિવ કેસ 87 હજારને પાર
