ગાંધીનગરઃ ઓલિમ્પિક્સ 2036 માટે યજમાનપદની Olympics-Ahmedabad દાવેદારી કરનારુ અમદાવાદ ફેબ્રુઆરી 2024થી તેના પર કામ શરૂ કરશે. તેના ઇન્ફ્રાસ્ટ્રકચરનો માટેનો મોટાભાગનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે તેમ માનવામાં આવે છે. કેન્દ્ર સરકાર તેમા અમુક હિસ્સો આપે તેમ માનવામાં આવે છે.
આ માટેના પ્રોજેક્ટનો માસ્ટર પ્લાન આગામી નવેમ્બરમાં તૈયાર થઈ જાય તેમ મનાય છે. ઓલિમ્પિક્સ માટે ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવાનો ખર્ચ પાંચથી છ હજાર કરોડની આસપાસ આવે તેવું રાજ્ય સરકારના વર્તુળોનું કહેવું છે. આ પ્રોજેક્ટના કોસ્ટ શેરિંગની Olympics-Ahmedabad વહેંચણી હજી સુધી નક્કી થઈ નથી. પણ રાજ્ય સરકાર મહદ અંશે ખર્ચ ભોગવશે તેમ માનવામાં આવે છે. આ ખર્ચો 70થી 90 ટકા સુધીનો હોઈ શકે છે.
આ સૂચિત પ્રોજેક્ટની સલાહકાર પરિષદની પહેલી બેઠક Olympics-Ahmedabad ગયા ગુરુવારે ગાંધીનગરમાં યોજાઈ હતી. જે બાદ ઓલિમ્પિક બિડ સાથે જોડાયેલા પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ, ગુજરાત ઓલિમ્પિક પ્લાનિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન લિમિટેડની પણ રચના કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, અત્યાર સુધી ઓલિમ્પિક યજમાન શહેરની પસંદગી પ્રક્રિયા 2036ની ગેમ્સ માટે સંભવિત સ્પર્ધકો પર અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારના સૂત્રોએ એવું પણ કહ્યું કે, 2024માં આ પ્રોજેક્ટ Olympics-Ahmedabad માટેનું કામ શરુ થવાની ધારણા છે. અમે આશા રાખીએ છીએ કે ઓલિમ્પિક બિડ પ્રોજેક્ટ પર ફેબ્રુઆરી, 2024માં કામ શરુ થશે. પીએમ મોદીને આ પ્રોજેક્ટના શિલાન્યાસ માટે આમંત્રિત કરવામાં આવશે. બીજી તરફ, રવિવારના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ અને ગાંધીનગરમાં આવવાના છે. જેઓ અહીં આ પ્રોજેક્ટને લઈને એક મીટિંગ યોજે એવી પણ અનુમાન છે. અમિત શાહ ખુદ આ પ્રોજેક્ટ પર ધ્યાન રાખી રહ્યાં છે.
સૂચિત ઓલિમ્પિક પાર્કના માસ્ટર પ્લાનિંગ માટે કન્સલ્ટન્ટ, પોપ્યુલસ Olympics-Ahmedabad ડિઝાઈન પ્રાઈવેટ લિમિટેડની નિમણૂક કરવામાં આવી છે. 2036ની આ ગેમ્સ માટે યુરોપિયન દાવેદારોમાં બર્લિન, બુડાપેસ્ટ, ઈસ્તંબુલ અને તુરીનનો સમાવેશ થાય છે. જ્યારે એશિયન દાવેદારોમાં દોહા, ચીનના કેટલાંક શહેરો, સિઓલ અને ઈન્ડોનેશિયાના નુસાન્તારાનો સમાવેશ થાય છે. અન્ય દાવેદારો ન્યૂ સિટી, ઈજિપ્ત અને મેક્સિકો સિટી છે.
આ પણ વાંચોઃ Har Ghar Tiranga/ પીએમ મોદીએ હર ઘર તિરંગા અંગે લોકોને અપીલ કરી, કહ્યુ- 13 થી 15 ઓગસ્ટ ઘર પર ત્રિરંગો ફરકાવો
આ પણ વાંચોઃ Amit Shah On Sedition Law/ મોબ લિંચિંગ માટે ફાંસીની સજા, છોકરીનો ફોટો વાઈરલ કરવા પર 7 વર્ષની સજા….નવા બિલમાં કયા ગુના માટે કેટલી
આ પણ વાંચોઃ આકરા પ્રહારો/ રાહુલ ગાંધીના નિવેદન પર ગુસ્સે થયા કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી, કહ્યું- માનસિક સંતુલન ગુમાવી દીધું છે
આ પણ વાંચોઃ Politics/ નકલી સહી કેસમાં રાઘવ ચઢ્ઢાને વિશેષાધિકાર સમિતિએ મોકલી નોટિસ, AAP નેતાએ ભાજપ ફેંક્યો પડકાર્યો
આ પણ વાંચોઃ Money Laundering Case/ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નવાબ મલિકને મળી રાહત, SCએ બે મહિનાના વચગાળાના આપ્યા જામીન
