Morbi News: મોરબીમાં સિરામિકના વેપારી અજય ગોપાણીની Kia કારમાં અચાનક આગ લાગી હતી અને કાર બળીને ખાખ થઈ ગઈ હતી. તેઓ લીલાપર કેનાલ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ ટેકનિકલ કારણોસર વાહનમાં આગ લાગી હતી. થોડી જ વારમાં આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી. આગ લાગતાની સાથે જ કારના દરવાજા લોક થઈ ગયા હતા અને તેઓ બહાર નીકળી શક્યા ન હતા. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
મોરબીના રાવપરના રહેવાસી અને મોરબી નજીક એક્સપર્ટ સિરામિક્સ નામના કારખાનાના માલિક અજય નાનજીભાઈ ગોપાણી (ઉંમર 39) નામનો યુવાન બપોરે 1:00 વાગ્યાના સુમારે Kia કંપનીની કાર નંબર જીજે 36 એસી 4971 લઈને લીલાપર કેનાલ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે કોઈ કારણોસર તેમની ગાડીમાં આગ લાગી હતી.
આગની જાણ થતા જ મોરબી નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલીક ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે પહોંચી પાણીનો છંટકાવ કરીને આગને કાબુમાં લીધી હતી. આ અંગે મોરબી એ-ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સ્થાનિક લોકો પાસેથી મળેલી માહિતી મુજબ ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાને ઘટનાની માહિતી મળતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જો કે, યુવક તેની કાર ક્યાંથી લઈ જતો હતો તે દિશામાં પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:ગાંધીનગર પાસેના મોટેરા નજીક કારમાં આગ લાગવાનો બનાવ, ડ્રાયવર સુરિક્ષત
આ પણ વાંચો:વડોદરા કારમાં આગ લાગતાં બિલ્ડરના રહસ્યમય મોત અંગે અનેક તર્ક વિતર્કો સર્જાયા
આ પણ વાંચો:અરવલ્લી: કારમાં આગ લગતા ચાલક થયો ભડથું, વધુ તપાસ હાથ ધરાઈ