Chhotaudepur/ બાઇક અને બોલેરો પિકઅપ વચ્ચે અકસ્માત : પતિ-પત્ની સહીત ૩ ના કમકમાટી ભર્યા મોત

બાઇક અને બોલેરો પિકઅપ વચ્ચે અકસ્માત : પતિ-પત્ની સહીત ૩ ના કમકમાટી ભર્યા મોત

Top Stories Gujarat Others

@સુલેમાન ખત્રી, છોટાઉદેપુર

પાવીજેતપુરના ભાનપુરી પાસે બાઇક અને બોલેરો પિકઅપ ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમા ૩ ના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. છોટાઉદેપુર જીલ્લા ના પાવીજેતપુરના ભાનપુરી પાસે બાઇક અને બોલેરો પિકઅપ ગાડી એ બાઇક ને જોરદાર ટક્કર મારતા બાઇક પર સવાર પતિ પત્ની સહિત ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા છે.

સામાજીક પ્રસંગે બાઇક પર નિકળેલા પતિ પત્ની તેમજ સાથેની અન્ય એક મહિલા ને અકસ્માત નળ્યો હતો જેમા બોલેરો પિક અપની ટકકરથી બાઇક ફંગોળાઈ અને પતિ પત્ની બન્નેના ઘટનાસ્થળે જ મોત થયા જ્યારે સાથા ની એક મહિલાને 108 દ્વારા સારવાર અર્થે ખસેડાઇ હતી. અને તેનુ પણ સારવાર દરમિયાન મોત થતા તેઓના પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ છે. બોલેરો પીકઅપ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા પોલીસે સમગ્ર મામલાની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે