Ahmedabad News/ પંજાબના મેડ સંધુ મર્ડર કેસમાં મોટો ખુલાસો: 3 વોન્ટેડ આરોપી ઝડપાયા

પંજાબના ચર્ચિત મેડ સંધુ હત્યા (Med Sandhu Murder)કેસમાં ગુજરાત એટીએસ (Gujarat ATS) અને વલસાડ એસઓજી (SOG)ને મોટી સફળતા મળી છે

Gujarat Ahmedabad
પંજાબના ચર્ચિત મેડ સંધુ હત્યા (Med Sandhu Murder)કેસમાં ગુજરાત એટીએસ (Gujarat ATS) અને વલસાડ એસઓજી (SOG)ને મોટી સફળતા મળી છે

Ahmedabad News : પંજાબના ચર્ચિત મેડ સંધુ હત્યા (Med Sandhu Murder)કેસમાં ગુજરાત એટીએસ (Gujarat ATS) અને વલસાડ એસઓજી (SOG)ને મોટી સફળતા મળી છે. પંજાબમાં હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ ફરાર થયેલા ત્રણ વોન્ટેડ આરોપીઓ 9Wanted Accused)ને ગુજરાતના વાપીમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારબાદ પંજાબ પોલીસને જાણ કરવામાં આવતાં ત્રણેય આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે પંજાબ લઈ જવામાં આવ્યા છે.

પંજાબમાં મેડ સંધુની હત્યા બાદ આરોપીઓ ફરાર

મળતી માહિતી મુજબ, 3 ઓક્ટોબર, 2026ના રોજ પંજાબના અમૃતસર શહેરમાં લોરાશકા રોડ પર આવેલા કાર વોશિંગ સેન્ટર નજીક મધુ સુદાન સિંહ ઉર્ફે મેડ સંધુની બે અજાણ્યા શખસોએ ફાયરિંગ કરીને હત્યા (Med Sandhu Murder)કરી હતી. આ મામલે અમૃતસરના કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન કેસના આરોપીઓ અંગે મળેલી માહિતી પંજાબની CIA ટીમ દ્વારા ગુજરાત એટીએસ સાથે શેર કરવામાં આવી હતી.

ગુજરાત ATS અને વલસાડ SOGનું સંયુક્ત ઓપરેશન

મળેલી બાતમીના આધારે ગુજરાત એટીએસના અધિકારીઓએ તપાસ શરૂ કરી હતી. પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આરોપીઓની પ્રોફાઇલ, લોકેશન અને ગુનામાં તેમની સંડોવણી સંબંધિત વિગતો વિકસાવવામાં આવી હતી. આરોપીઓ ગુજરાતના વલસાડ જિલ્લાના વાપી વિસ્તારમાં હોવાની માહિતી સામે આવતાં વલસાડ એસઓજીની ટીમને જાણ કરવામાં આવી હતી.

વલસાડ એસઓજી (Valsad SOG)ના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમાર અને તેમની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને વાપીમાંથી ત્રણેય શખસોને ડિટેઇન કર્યા હતા. ત્યારબાદ ગુજરાત એટીએસની ટીમ તેમને વધુ પૂછપરછ માટે લઈ ગઈ હતી.

ત્રણેય આરોપીઓની ઓળખ સામે આવી

પોલીસની માહિતી અનુસાર, પકડાયેલા આરોપીઓમાં હરશિમરનજીત સિંહ ઉર્ફે સિમુ સિંગા, ફતેહ સિંહ અને અરમાન સિંહનો સમાવેશ થાય છે. ત્રણેય આરોપીઓ પંજાબના તરનતારન જિલ્લાના સંગે ગામના રહેવાસી હોવાનું જણાવાયું છે.

એટીએસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન હત્યાના કેસમાં તેમની ભૂમિકા, ઘટનાથી પહેલાં કરવામાં આવેલી રેકી અને અન્ય સંભવિત કડીઓ અંગે વિગતો સામે આવી હોવાનું જણાવાયું છે.

પંજાબ પોલીસને સોંપી આગળની કાર્યવાહી

આરોપીઓની ધરપકડ અંગે પંજાબ પોલીસ (Punjab Police)ને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ 10 ઓક્ટોબર, 2026ના રોજ પંજાબ પોલીસની ટીમ ગુજરાત એટીએસ પાસેથી ત્રણેય આરોપીઓને લઈ પંજાબ રવાના થઈ હતી. હવે પંજાબ પોલીસ દ્વારા કેસમાં વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ સમગ્ર કાર્યવાહી ગુજરાત એટીએસ અને વલસાડ એસઓજી વચ્ચેના સંકલનથી હાથ ધરવામાં આવી હતી.


આ પણ વાંચો: પંજાબના મેડ સંધુ હત્યા કેસનો આરોપી અમદાવાદથી ઝડપાયો, ક્રાઈમ બ્રાન્ચે પરમિંદર પ્રસાદને દબોચ્યો

આ પણ વાંચો: હેડ કોન્સ્ટેબલની પત્ની-દીકરીની હત્યા કેસમાં 3 દોષિતોને ફાંસી, એકને આજીવન કેદ

આ પણ વાંચો: રાજકોટમાં સામાન્ય બાબતે શરૂ થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચ્યો, ત્રણ સામે ગુનો