Ahmedabad News : અમદાવાદમાં એક બિલ્ડિંગની સાઈટ પર પ્લંબિંગનું કામ કરતા કિશોરનું નીચે પટકાતા મોત નીપજ્યુ હતું. આ બનાવની વિગત મુજબ અખબારનગરમાં જૂની રેલવે લાઈનના છાપરા પાસે રહેતો પ્રેમનાથ ઉર્ફે અર્પિત જગન્નાથ સરોજ (16) ઝાયડસ હોસ્પિટલ પાછળ આવેલી સરોજ વિષ્ણુધારા એસેન્સ નામની સાઈટ પર સી બ્લોકના બીજા માળે પ્લંબિંગનું કામ કરતો હતો.
દરમિયાન કોઈ કારણસર તેનો પગ લપસી જતા તે બીજા માળેથી નીચે પટકાયો હતો. જેમાં તેના શરીર પર ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યુ હતું.મૃતક પ્રેમનાથ સરોજ મુળ ઉત્તરપ્રદેશના અમેઠીનો રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ અંગે બોડકદેવ પોલીસે અકસ્માત મોત નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:રાજકોટમાં ‘ખ્યાતિકાંડ’ જેવું કૌભાંડ સામે આવ્યું!
આ પણ વાંચો:રાજકોટ મ્યુનિસિપાલિટીએ ફૂંક્યું બુદ્ધિનું દેવાળુ, અંડરપાસમાં સ્ટોર્મ વોટર લાઇન જ ન નાખી
આ પણ વાંચો:રાજકોટમાં સિંગ તેલમાં ભાવમાં ઉછાળો! ગૃહિણીઓએ બજેટ વધારવું પડશે
