Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Surat News/ સુરત: સાયબર ક્રાઇમ સેલને મ્યૂલ અકાઉન્ટમાં કેસ મોટી સફળતા

સુરત સાયબર ક્રાઈમ (Surat Cyber Crime)ની આ કાર્યવાહીથી મ્યૂલ અકાઉન્ટ અને APK ફાઇલના માધ્યમથી ચાલતા સાયબર ફ્રોડના નેટવર્ક સામે પોલીસની તપાસને વધુ મજબૂતી મળી છે

August 7, 2026Nikunj Patel
Gujarat Surat
સુરત સાયબર ક્રાઇમ (Surat Cyber Crime)સેલે મ્યૂલ અકાઉન્ટ મારફતે થતી સાયબર છેતરપિંડીના કેસમાં મોટી સફળતા મેળવી છે

Surat News :  સુરત સાયબર ક્રાઇમ (Surat Cyber Crime)સેલે મ્યૂલ અકાઉન્ટ મારફતે થતી સાયબર છેતરપિંડીના કેસમાં મોટી સફળતા મેળવી છે. સુરત પોલીસની ટીમે આશરે 1800 કિમી દૂર ઝારખંડમાં ચાર દિવસ સુધી ઓપરેશન હાથ ધરી ગેંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ દ્વારા APK ફાઇલ મોકલી લોકોની બેંકિંગ વિગતો ચોરી લેવામાં આવતી હતી. આ રીતે એક કેસમાં કુલ ₹10.65 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

APK ફાઇલ મોકલી બેંક વિગતો ચોરી

સાયબર ગુનેગારો લોકોને APK ફાઇલ મોકલી તેને ઇન્સ્ટોલ કરાવતા હતા. આ ફાઇલના માધ્યમથી મોબાઇલ અને બેંકિંગ સંબંધિત મહત્વની વિગતો મેળવવામાં આવતી હોવાની પોલીસ તપાસમાં માહિતી સામે આવી છે. ત્યારબાદ આ વિગતોનો ઉપયોગ કરી નાણાકીય છેતરપિંડી કરવામાં આવતી હતી.

આ કેસની તપાસ દરમિયાન સુરત સાયબર ક્રાઇમની ટીમને નાણાંના વ્યવહારો અને મ્યૂલ અકાઉન્ટ (Mule Account)સાથે જોડાયેલી કડીઓ ઝારખંડ સુધી પહોંચતી હોવાનું જાણવા મળ્યું હતું.

ચાર દિવસના ઓપરેશન બાદ આરોપીઓ ઝડપાયા

સુરત પોલીસની ટીમે ઝારખંડમાં જઈને સતત ચાર દિવસ સુધી તપાસ અને ઓપરેશન હાથ ધર્યું હતું. આખરે પોલીસે રૂપલાલ મંડલ અને મુકેશ મંડલ નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

પોલીસ તપાસમાં બંને આરોપીઓના બેંક ખાતાઓમાં ₹65 લાખથી વધુના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ નાણાકીય વ્યવહારો અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

અગાઉ પણ બે આરોપીઓ ઝડપાયા

આ કેસમાં સુરત સાયબર ક્રાઇમ દ્વારા અગાઉ પણ રાજેશ્વર અને જિયાઉર રહેમાન નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. હવે ઝારખંડમાંથી વધુ બે આરોપીઓ ઝડપાતા સમગ્ર ગેંગની કામગીરી અંગે મહત્વની કડીઓ પોલીસના હાથ લાગી છે.

સુરત સાયબર ક્રાઇમ (Surat Cyber Crime)ટીમ દ્વારા આરોપીઓના બેંક ખાતાઓ, નાણાકીય વ્યવહારો, મોબાઇલ ડિવાઇસ અને અન્ય ડિજિટલ પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે. આ નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલુ છે.

સાયબર છેતરપિંડીથી બચવા સાવચેતી જરૂરી

પોલીસે નાગરિકોને અજાણી વ્યક્તિ દ્વારા મોકલવામાં આવેલી APK ફાઇલ (APK File Scam)અથવા અન્ય શંકાસ્પદ એપ્લિકેશન ઇન્સ્ટોલ ન કરવાની સલાહ આપી છે. બેંકિંગ, OTP, પાસવર્ડ અને અન્ય અંગત માહિતી કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે શેર ન કરવા પણ અપીલ કરવામાં આવી છે.

સુરત સાયબર ક્રાઈમ (Surat Cyber Crime)ની આ કાર્યવાહીથી મ્યૂલ અકાઉન્ટ અને APK ફાઇલ (APK File Scam)ના માધ્યમથી ચાલતા સાયબર ફ્રોડના નેટવર્ક સામે પોલીસની તપાસને વધુ મજબૂતી મળી છે.


આ પણ વાંચો : માત્ર એક ઇ-મેઇલથી અમરેલી પોલીસે ફરિયાદ નોંધી કરી કાર્યવાહી, NRIને સાયબર ફ્રોડમાં ગુમાવેલી 11 લાખની રકમ પરત અપાવી

આ પણ વાંચો : પાટણના ચાણસ્મામાં રૂ.7.16 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 33 સામે ગુનો; 20 આરોપીઓ ઝડપાયા

આ પણ વાંચો : અમદાવાદમાં મ્યુલ એકાઉન્ટ કૌભાંડનો મોટો પર્દાફાશ: 75થી વધુ એકાઉન્ટ, હવાલા-સાયબર ફ્રોડ એંગલથી પોલીસની તપાસ તેજ

Post navigation

સેન્સેક્સ 455 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,600ની નીચે બંધ, બાજાજ ફાઇનાન્સ અને બાજાજ ફિનસર્વમાં ઘટાડો
FCRA સંશોધન બિલ પર સંસદમાં ઘમાસાણના એંધાણ, કોંગ્રેસે તમામ સાંસદોને ત્રણ દિવસ માટે વ્હિપ જાહેર

More Posts

નિર્ણય/ રાજય સરકારનો મહત્વનો નિર્ણય, ગુજરાતના દરેક જિલ્લામાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર બનશે

September 5, 2023garima rao

Ahmedabad News/ છેલ્લા 78 દિવસથી ચાલતું શાકભાજી વેપારીઓનું આંદોલન : પ્રહલાદનગરને બદલે જોધપુરમાં પ્લોટની જગ્યા ફાળવવાની માંગણી

March 1, 2025Nikunj Patel

Kheda News/ ખેડામાં લાંચ કેસમાં આગોતરા જામીન રદ્દ થયા બાદ નાસતા ફરતા કોન્સ્ટેબલ અને જીઆરડી ઝડપાયા

August 30, 2024Nikunj Patel
દ્રૌપદી મુર્મુને

Politics/ દ્રૌપદી જ કેમ, ઓડિશાના મુર્મુને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવા પાછળનું ગુજરાતની ચૂંટણી છે કારણ?

June 22, 2022June 22, 2022Maya Sindhav

સુરત પોલીસ નવતર પ્રયોગ/ ગુજરાતમાં સૌપ્રથમ વખત સુરતના એક બ્રિજ પર બનાવવામાં આવી ટ્રાફિક ચોકી

July 6, 2023July 6, 2023Mantavya Team

Not Set/ અમદાવાદમાં આજથી AMTS-BRTS બસ 82 દિવસ બાદ શરૂ, કોરોનાને લઈ હતી બંધ

June 7, 2021June 7, 2021Bhavini vasani

Gujarat Weather/ આગામી સપ્તાહ ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે, તાપમાનમાં કોઈ ફેરફાર નહીં

February 18, 2025February 18, 2025Komal Patel

રાજકીય/ ગુજરાત કોંગ્રેસ ને વધુ એક ફટકો: 35 વર્ષથી પંજા સાથે જોડાયેલા દિગ્ગજ નેતા ભાજપમાં જોડાશે

April 22, 2022padma prajay

Not Set/ મોરબી/ હળવદની આ એક પોલીસ ચોકીમાં થઇ કામલીલા, વીડિયો થયો વાયરલ…

October 3, 2020Hemakshi Vyas

અમદાવાદ/ પકવાન બ્રિજ પર ટ્રકનું ટાયર ફાટતા પાછળથી આવતી ટ્રાવેલ્સ ધડાકાભેર અથડાઇ, જુઓ વીડિયો

September 28, 2023September 28, 2023Hardik Kotecha
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy