Gandhinagar News: રવિવારે ગાંધીનગરમાં બ્રાહ્મણ સમાજ(Brahmin Community) ની એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. હાલમાં ઠાકોર સમાજ (Thakor Community) સહિત દરેક સમાજમાં બંધારણ રચવાની પહેલ ચાલી રહી છે તેના પગલે અન્ય સમુદાયોની જેમ, બ્રાહ્મણ સમાજ પણ હવે પોતાના સામાજિક બંધારણ (Social Constitution ની રચના સાથે આગળ વધશે.
બ્રાહ્મણ સમાજ (Brahmin Community) ને પણ લાગ્યો બંધારણનો ચેપ
બંધારણનો મુસદ્દો તૈયાર કરવા માટે ગુજરાતભરના બ્રાહ્મણો પાસેથી સૂચનો મંગાવવામાં આવશે. તેના પછી આગામી વાર્ષિક સામાન્ય સભામાં બંધારણને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

ગાંધીનગરમાં Brahmin Community (બ્રાહ્મણ સમાજ) ની બેઠકમાં યુજીસીના નવા નિયમો અને ફિલ્મ “ઘુસખોર પંડિત”નો વિરોધ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. બ્રાહ્મણ સમાજે જણાવ્યું હતું કે સરકારનો નિર્ણય અને પરિપત્ર બ્રાહ્મણ સમુદાય અને અન્ય ઉચ્ચ જાતિના સમુદાયોને લક્ષ્ય બનાવે છે. બેઠકમાં સરકારના વાંધાજનક પરિપત્ર અને નિયમો સામે લડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગુજરાત બ્રાહ્મણ સમાજની બેઠકમાં યુજીસીના નવા નિયમો સામે લડત ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ સ્ટે નહીં આપે ત્યાં સુધી કોઈ આંદોલન કાર્યક્રમો યોજાશે નહીં. વધુમાં, ફિલ્મ “ઘુસખોર પંડિત”નો વિરોધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ફિલ્મ બ્રાહ્મણોને બદનામ કરવાનો પ્રયાસ કરે છે.

આગામી દિવસોમાં આ ફિલ્મને લઈને વિરોધ તીવ્ર થાય તેવી સંભાવના છે. જાતિવાચક નામ વડે ફિલ્મ બનાવવામાં આવી હોવાના કારણે આગામી દિવસોમાં ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં પણ આ પ્રકારની ફિલ્મો સામે વાંધો ઉઠાવવામાં આવી શકે છે અને તેના પ્રદર્શન પર પ્રતિબંધની માંગ કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો: ડીસાના સમશેરપુરામાં રબારી સમાજનું મહાસંમેલન યોજાશે
આ પણ વાંચો: ભાવનગર સંમેલનથી હીરા સોલંકી અજાણ, આમંત્રણ ન મળતા રાજકારણ ગરમાયું
આ પણ વાંચો: કિંજલ દવેની આંતરજ્ઞાતિય સગાઈનો વિવાદ વધુ વકર્યો, જનક જોશીએ કહ્યું કિંજલના સંસ્કાર…
