Not Set/ મોદીની વિરુદ્ધ બોલવાનો અર્થ છે ભારત માતાની સામે બોલવું, જાણો આવું કયા નેતાએ કહ્યું

બંગાળ ચૂંટણીમાં શહ અને માતનો ખેલ ચાલી રહ્યો છે. ટીએમસી અને ભાજપના નેતાઓ વચ્ચે સામ સામે આરોપો લાગી રહ્યા છે. મમતા પૂરી તાકાતથી ભાજપને પછાડવામાં લાગી છે તો ભાજપ પણ કંઇ કમ નથી. મિદનાપુરમાં મમતાએ કહ્યું કે અમે મોદીનો ચહેરો પણ જોવા નથી માંગતા. તો ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ કહ્યું કે તમારે કોરોનાની સામે મોદીની […]

Top Stories India

બંગાળ ચૂંટણીમાં શહ અને માતનો ખેલ ચાલી રહ્યો છે. ટીએમસી અને ભાજપના નેતાઓ વચ્ચે સામ સામે આરોપો લાગી રહ્યા છે. મમતા પૂરી તાકાતથી ભાજપને પછાડવામાં લાગી છે તો ભાજપ પણ કંઇ કમ નથી. મિદનાપુરમાં મમતાએ કહ્યું કે અમે મોદીનો ચહેરો પણ જોવા નથી માંગતા.

તો ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ કહ્યું કે તમારે કોરોનાની સામે મોદીની વેક્સિન જ લેવી પડશે. તેઓ ચૂંટાયેલા પીએમ છે. તેમની સામે બોલવું એટલે લોકતંત્રની સામે બોલવા બરોબર છે. તેમની સામે બોલવું એટલે ભારત માતાની સામે બોલવું છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં વેક્સીન નથી એટલે તમારે પીએમ મોદીની રસી જ લેવી પડશે.

મહત્વનું છે કે પશ્ચિમ બંગાળની લડાઇ ઝડપી બનતી જાય છે. રાજ્યની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નંદીગ્રામથી વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તો ભાજપમાં સામેલ થયેલા શુભેન્દુ અધિકારી પણ નંદીગ્રામથી જ ચૂંટણી લડશે. તેમણે ચેલેન્જ ફેંકી છે કે જો તેઓ મમતાને નહીં હરાવી શકે તો રાજકારણ છોડી દેશે.

તાજેતરમાં જ તેમણે એક સભામાં કહ્યું હતું કે ટીએમસી એક પાર્ટી નથી પરંતુ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે. આ ઉપરાંત, તેમણે મમતાના રાજકીય કૌશલ પર પણ સવાલો ઉઠાવ્યા હતા.  તેમણે કહ્યું કે ટીએમસીને જો બિહારથી ચૂંટણી રણનીતિકાર નિયુક્ત કરવાની જરુર પડેછે તો સ્પષ્ટ છે કે ભાજપ રેસમાં આગળ છે.