nepal news/ નેપાળના એવરેસ્ટ વિસ્તારમાં બે હેલિકોપ્ટરની હવામાં ટક્કર! ભારતીય પ્રવાસીનું મોત, 3 લોકો ઘાયલ

Nepal Helicopter Accident: નેપાળના એવરેસ્ટ વિસ્તારમાં ફેરીચે હેલિપેડ પર બે હેલિકોપ્ટર અથડાતાં ભારતીય પ્રવાસીનું મોત થયું છે. ન્યૂઝીલેન્ડના ભારતીય મૂળના નાગરિક સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે.

Top Stories India Breaking News
Nepal Helicopter Accident: નેપાળમાં બે હેલિકોપ્ટરની ટક્કર, ભારતીય પ્રવાસીનું મોત

Nepal News: નેપાળના એવરેસ્ટ વિસ્તારમાં મંગળવારે સવારે એક ગંભીર હેલિકોપ્ટર અકસ્માત (Nepal Helicopter Accident) સર્જાયો હતો. સોલુખુમ્બુ જિલ્લાના ફેરીચે હેલિપેડ પર લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરતી વખતે બે હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાઈ ગયાં (FeriChe Helipad Accident) હતાં. સવારે 8:11 વાગ્યે બનેલી આ ઘટનામાં એક ભારતીય પ્રવાસીનું મોત થયું છે, જ્યારે ન્યૂઝીલેન્ડના ભારતીય મૂળના નાગરિક સહિત ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રાથમિક અહેવાલો મુજબ, બંને હેલિકોપ્ટરના રોટર બ્લેડ એકબીજા સાથે અથડાયા હતા.

Nepal Helicopter Accident: ભારતીય પ્રવાસીનું મોત, ન્યૂઝીલેન્ડના નાગરિકને ઈજા

અધિકારીઓ પાસેથી મળેલી માહિતી પ્રમાણે, ફિશટેલ એર (Fishtail Air)ના હેલિકોપ્ટરમાં સવાર ભારતીય પ્રવાસી વસંત કુમાર બાલારામારામાડુનું અકસ્માતમાં મોત (Indian Tourist Death) થયું છે. આ જ હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહેલા ન્યૂઝીલેન્ડના નાગરિક શૈલેષ કૃષ્ણ પટેલ ઈજાગ્રસ્ત થયા છે. તેઓ ભારતીય મૂળના હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માતમાં બંને હેલિકોપ્ટરના પાયલટને પણ ઈજાઓ પહોંચી છે. આમ, એક પ્રવાસીનું મોત થયું છે, જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

એક જ હેલિપેડ પર લેન્ડિંગના પ્રયાસમાં ટક્કર

નેપાળના અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક હેલિકોપ્ટર લુકલાથી આવી રહ્યું હતું, જ્યારે બીજું એવરેસ્ટ બેઝ કેમ્પ નજીક આવેલા ગોરક્ષેપ તરફથી પરત ફરી રહ્યું હતું. બંને હેલિકોપ્ટર અલગ-અલગ દિશામાંથી આવી એક જ હેલિપેડ પર ઉતરવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. આ દરમિયાન તેમની વચ્ચે ટક્કર થઈ હતી.

પ્રાથમિક માહિતીમાં હેલિપેડ પર બરફ જામી ગયો હોવાની શક્યતાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, અકસ્માત પાછળનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

Nepal Helicopter Accident: નેપાળમાં બે હેલિકોપ્ટરની ટક્કર, ભારતીય પ્રવાસીનું મોત
Nepal Helicopter Accident: નેપાળમાં બે હેલિકોપ્ટરની ટક્કર, ભારતીય પ્રવાસીનું મોત

ઈજાગ્રસ્તોને કાઠમંડુ ખસેડાયા

સોલુખુમ્બુ જિલ્લા પોલીસ કાર્યાલયના પોલીસ ઇન્સ્પેક્ટર મૌસમ તામાંગના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં ઘાયલ થયેલા શૈલેષ કૃષ્ણ પટેલને પ્રભુ હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને કાઠમંડુની મેડિસિટી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. બંને હેલિકોપ્ટરના પાયલટને પણ સારવાર અર્થે કાઠમંડુ ખસેડવામાં આવ્યા છે.

બીજી તરફ, મૃતક ભારતીય પ્રવાસીનો મૃતદેહ લુકલા સ્થિત હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો છે. આ અકસ્માત ખુમ્બુ પાસાંગ લ્હામુ ગ્રામીણ નગરપાલિકાના વોર્ડ નંબર 4માં આવેલા ફેરીચે વિસ્તારમાં થયો હતો.

4,371 મીટરની ઊંચાઈએ આવેલું છે ફેરીચે હેલિપેડ

ફેરીચે હેલિપેડ સમુદ્ર સપાટીથી આશરે 4,371 મીટર એટલે કે 14,340 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. એવરેસ્ટ વિસ્તારમાં હેલિકોપ્ટર સેવાઓ માટે આ સ્થળ મહત્ત્વનું કેન્દ્ર ગણાય છે. અહીંથી પર્વતારોહકો અને ટ્રેકિંગ માટે આવતા પ્રવાસીઓને જરૂરી સહાય પહોંચાડવામાં આવે છે.

ઊંચાઈને કારણે કોઈ પ્રવાસીની તબિયત બગડે, શ્વાસ લેવામાં તકલીફ થાય અથવા કોઈ અકસ્માત સર્જાય ત્યારે હેલિકોપ્ટર દ્વારા તેમને નીચાણવાળા વિસ્તારો કે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે છે.

ઉત્તરાખંડમાં પણ હેલિકોપ્ટર દુર્ઘટનામાં 6નાં મોત

આ ઘટનાના ચાર દિવસ પહેલાં, 30 ઓક્ટોબરે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં પણ હેલિકોપ્ટર દુર્ઘટના બની હતી. બદ્રીનાથથી દેહરાદૂન પરત ફરી રહેલું ટ્રાન્સ ભારત એવિએશનનું હેલિકોપ્ટર જોશીમઠ નજીક ચાઈ ગામ પાસે ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં પાયલટ સહિત હેલિકોપ્ટરમાં સવાર તમામ છ લોકોનાં મોત થયાં હતાં.

હેલિકોપ્ટરમાં પાંચ મુસાફરો સવાર હતા, જેઓ કર્ણાટકના રહેવાસી હતા. હેલિકોપ્ટરે બપોરે 1:14 વાગ્યે બદ્રીનાથથી ઉડાન ભરી હતી, ત્યારબાદ જોશીમઠ ખીણ ઉપર તેનો સંપર્ક તૂટી ગયો હતો. આ દુર્ઘટનાની તપાસ વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો (AAIB) દ્વારા કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: લંડન નજીક બે પેસેન્જર ટ્રેન વચ્ચે ભીષણ ટક્કર, લોકો પાયલટનું મોત અને 89 મુસાફરો ઈજાગ્રસ્ત

આ પણ વાંચો: USમાં F-16 ફાઇટર જેટ ક્રેશ થયું, ટક્કર લાગતા જ તેમાં આગ લાગી, ક્રેશના સેકન્ડ પહેલા પાઇલટે ઇજેક્ટ કર્યું

આ પણ વાંચો: શું અમેરિકામાં પ્લેન અને હેલિકોપ્ટર ક્રેશ પાછળ કોઈ ષડયંત્ર છે? ટ્રમ્પે પોતે જ સવાલો ઉઠાવ્યા હતા