Not Set/ મધ્ય પ્રદેશના 3 શહેરોમાં ફરી લૉકડાઉન, સ્કલ-કોલેજ 31 માર્ચ સુધી નહીં ખુલે

મધ્ય પ્રદેશમાં કોરોનાના નવા કેસો વધ્યા પછી સરકારે હવે સખ્તી કરવાનો નિર્ણય કર્યો છે. રાજધાની ભોપાલ સહિત ઇન્દોર અને જબલપુરમાં હવે 21 માર્ચ એટલે કે રવિવારે લૉકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્રણ શહેરોમાં શનિવાર રાતે 10 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી લૉકડાઉન રહેશે. તો આ ત્રણ શહેરોમાં 31 માર્ચ સુધી સ્કૂલ-કૉલેજ પણ બંધ […]

Top Stories India

મધ્ય પ્રદેશમાં કોરોનાના નવા કેસો વધ્યા પછી સરકારે હવે સખ્તી કરવાનો નિર્ણય કર્યો છે. રાજધાની ભોપાલ સહિત ઇન્દોર અને જબલપુરમાં હવે 21 માર્ચ એટલે કે રવિવારે લૉકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્રણ શહેરોમાં શનિવાર રાતે 10 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી લૉકડાઉન રહેશે. તો આ ત્રણ શહેરોમાં 31 માર્ચ સુધી સ્કૂલ-કૉલેજ પણ બંધ રહેશે. મહત્વનું છે કે છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 1140 નવા કેસો સંક્રમિત મળવાથી રાજ્યમાં હડકંપ મચી ગયો છે.

કોરોનાના કારણે ગત વર્ષે 22 માર્ચથી લોકડાઉન શરુ થયુ હતું, તેના બરોબર એક વર્ષ પછી 21 માર્ચે મધ્ય પ્રદેશમાં ફરી લૉકડાઉન લાગશે. મધ્યપ્રદેશમાં બગડતી સ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ બેઠક માટે બંગાળથી પાછા ફરીને એરપોર્ટથી સીધા મંત્રાલય પહોંચ્યા હતા.

સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર, માર્ચમાં કોરોનાની બીજી લહેર આવી ચુકી છે. આ લહેર વધુ ખતરનાક છે. સંક્રમણથી બચવા માટે શારીરિક અંતર જરુરી છે. પરંતુ હજુ પણ બજારોમાં લોકો કોરોનાના દિશા-નિર્દેશોનું પાલન નથ કરી રહ્યા. જેના કારણે સંક્રમણ તેજ ગતિથી ફેલાઇ રહ્યું છે.

ઇન્દોર-ભોપાલમાં હાલત વધુ બગડી

ઇન્દોર અને ભોપાલમાં સૌથી વધુ ઝડપથી કોરોના સંક્રમણ ફેલાઇ રહ્યું છે. ઇન્દોરમાં દર્દીઓનો આંકડો ફરી એકવાર 300ને પાર પહોંચી ગયો છે. અહીં 2 મહિના 26 દિવસ બાદ 302 જેટલા કેસો આવ્યા છે. આ જ રીતે ભોપાલમાં 3 મહિના 7 દિવસ બાદ એક દિવસમાં 203 પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. સંક્રમિતોની સંખ્યા વધવાનો એક આધાર ટેસ્ટિંગનીં સંખ્યા વધારવાનો પણ છે. 18 માર્ચે કુલ 20,770 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે.