Not Set/ સુરત: પત્ની સાથે PSIએ રાખ્યા હતા આડા સંબંધ, ફરિયાદી પતિ આવ્યો મીડિયાની સામે

સુરત સુરતના કામરેજમાં પીએસઆઇ સમીર પરમારને સસ્પેન્ડ કર્યા બાદ ફરિયાદી સામે આવ્યો છે અને તેની વિરુદ્ઘ ફરિયાદ દાખલ કરાવી છે. જો કે આ ફરિયાદી પતિએ મિડીયા સમક્ષ નિવેદન આપતાં જણાવ્યું હતું કે ફરિયાદ કર્યા બાદ આ પીએસઆઇ સમીર પરમારના મળતિયાઓ દ્વારા મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. આ ઘટના એવી છે કે વાલીયામાં એક […]

Gujarat

સુરત

સુરતના કામરેજમાં પીએસઆઇ સમીર પરમારને સસ્પેન્ડ કર્યા બાદ ફરિયાદી સામે આવ્યો છે અને તેની વિરુદ્ઘ ફરિયાદ દાખલ કરાવી છે. જો કે આ ફરિયાદી પતિએ મિડીયા સમક્ષ નિવેદન આપતાં જણાવ્યું હતું કે ફરિયાદ કર્યા બાદ આ પીએસઆઇ સમીર પરમારના મળતિયાઓ દ્વારા મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે.

આ ઘટના એવી છે કે વાલીયામાં એક પરિવાર રહેતો હતો. જો કે આ પરિવારમાં પતિ-પત્ની અને એક બાળક એમ ત્રણ લોકો રહેતા હતા. જ્યાં પત્ની ચાંદને વાલીયામાં ફરજ બજાવતા પીએસઆઇ સાથે સેટિંગ થયું ગયું હતું. પરંતુ ખાસ વાત ઓ છે કે દેવદાસ વિશ્વાસ કેટલાક વર્ષો પહેલા પોતાના પરિવાર સાથે પ્રશ્ચિમ બંગાળથી નર્મદાના ડેડીયાપાડા વિસ્તારમાં આવ્યો હતો. આ દરમિયના આ પીએસઆઇની બદલી પણ નર્મદામાં થઇ ગઇ હતી. પરંતુ સારૂ ભરણપોષણ માટે પતિ દેવદાસ વિશ્વાસ સાઉથ આફ્રિકા ગયો હતો.

જો કે પતિ સાઉથ આફ્રિકા હતો અને તેની પત્ની અહીંયા આ પીએસઆઇ સાથે ગાડીમાં ફરતી હતી. જેની જાણ દેવદાસના મિત્રએ દેવદાસને કરી હતી. આ ઘટનાની જાણ થતાં દેવદાસ પાછો આવતો રહ્યો હતો અને તેની પત્નીને અંકલેશ્વર લઇ ગયો હતો. આ દરમિયાન પીએસઆઇની ફરી એક વાર બદલી પણ થઇ ગઇ હતી અને પીએસઆઇ સુરતના કામરેજ વિસ્તારમાં ફરજ બજાવતો હતો.

પત્નિ પીએસઆઇ સાથે ફરતી હોવાથી પતિ દેવદાસએ તેના એકવાર માફ પણ કરી નાખી હતી અને પાછા ઘરસંસાર પહેલાની જેમ ચાલવા લાગ્યો હતો. પરંતુ થોડાક દિવસ બાદ પત્નિ ચાંદ ઘર છોડીને ચાલી ગઇ હતી અને મોબાઇલ પણ ઘરે જ મૂક્યો હતો.

આ ફોન પતિ દેવદાસના હાથમાં આવતાં તેને આ ફોન ચેક કર્યો હતો. ફોનમાંથી પીએસઆઇ સમીર પરમાર સાથે તેની પત્નીના ગાડીમાં ફરતાં ફોટા જોયા હતા. ઘર છોડીને જતી રહેલી પત્ની ચાંદ ન આવતાં પતિ દેવદાસે તેના વિરુદ્ઘ ફરિયાદ નોંધાવવા માટે પોલિસ સ્ટેશન પહોચ્યો હતો. પરંતુ પોલીસ સ્ટેશનમાંથી પણ દેવદાસને કોઇ પણ પ્રકારની મદદ કરવામાં આવી નહી અને આખરે દેવદાસે કોર્ટના દરવાજા ખખડાવીને સમગ્ર ઘટનાની જાણ કોર્ટેને કરી હતી.

બાદમાં કોર્ટે પીએસઆઇ વિરુદ્ઘ ગુનો નોંધીને કાર્યવાહી કરવા માટે પ્રેશર કર્યુ હતું. આખરે સુરત પોલીસ દ્વારા પીએસઆઇ વિરુદ્ઘ કાર્યવાહી કરીને તેને ફરજ પરથી મોકૂફ કર્યો હતો. બાદમાં આ પતિ દેવદાસે આ સમીર વિરુદ્ઘ ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી. જોકે દેવદાસને ભારતીય ન્યાય તંત્ર પર ભરોષો છે અને તેને ન્યાય મળશે એવી આશા રાખી રહ્યો છે