કોલકત્તા,
ભારતીય ટેસ્ટ ટીમના વિકેટકીપર બેટ્સમેન રિધ્ધિમાન સહાએ IPL-૧૧ની સિઝન પહેલા પોતાની તૂફાની ઇનિંગ્સ દ્વારા પરચમ બતાવ્યો છે. જેસી મુખર્જી ટ્રોફી ટી-૨૦ મેચમાં મોહન બાગાન ક્લબ તરફથી રમતા માત્ર ૨૦ બોલમાં તુફાની સદી ફટકારી છે, જેને લઇ કોઈ સંભાવના કરવી પણ બેકાર હોઈ શકે છે. આ સાથે જ સહાએ સૌથી ઝડપી સદી બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. આ પહેલા ક્રિશ ગેઈલે આઈપીએલ-૨૦૧૩માં માત્ર ૩૦ બોલ પર સદી ફટકારી હતી.
!! A World Record !!
A Blistering batting performance by @Wriddhipops saha scored 102 in just 20 balls (14 sixes & 4 fours)
Mohun Bagan chased down the score of 151 in just 7 overs beating B.N.R by 10 wickts in J.C.Mukherjee Trophy.
Take a bow man !!#joymohunbagan pic.twitter.com/epJXoo92UR
— Mohun Bagan (@Mohun_Bagan) March 24, 2018
૩૩ વર્ષીય સહાએ જેસી મુખર્જી ટી-૨૦ ટ્રોફીમાં બીએનઆર રિક્રીએશન ટીમ સામે રમતા આ તૂફાની સદી ફટકારી હતી. પ્રથમ બેટિંગ કરતા વિરોધી ટીમે માર્યાદિત ૨૦ ઓવરમાં ૧૫૧ રન બનાવ્યા હતા. ૧૫૨ રનના જવાબમાં મોહન બાગાન તરફથી મેદાને ઉતરેલા ઓપનર્સ સહા અને કેપ્ટન શુભમય દાસેની જોડીએ માત્ર ૭ ઓવરમાં જ ૧૫૪ રન બનાવીને મેચ જીતી લીધી હતી. પરંતુ આ મેચનો હીરો રીદ્ધિમાન સહા રહ્યો હતો. સહાએ પોતાની ઇનિંગ્સ દરમિયાન માત્ર ૨૦ બોલમાં ૧૪ છક્કા અને ૪ ચોક્કાની મદદથી ૧૦૨ રન ફટકારીને અણનમ રહ્યો હતો.
સહાએ ૭મી ઓવરમાં વિરોધી ટીમના મીડિયમ પેસર બોલર અમન પ્રસાદને ૬ બોલમાં છ સિક્સર અને એક બોલ વાઈડ સાથે કુલ ૩૭ રન ફટકાર્યા હતા. ૧૦૨ રનની શાનદાર ઇનિંગ્સ દરમિયાન સહાનો સ્ટ્રાઈક રેટ ૫૧૦ રન પ્રતિ બોલનું રહ્યું હતું. ડોમેસ્ટિક મેચોની વાત કરવામાં આવે તો આ સૌથી ઝડપી સદી છે.
આ પહેલીવાર નથી જ્યારે ટી-૨૦ ક્રિકેટમાં સહા પોતાના પરફોર્મન્સ દ્વારા ઝળક્યો છે. આઈપીએલ-૨૦૧૪ ફાઈનલમાં કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમતા સહાએ ૫૫ બોલમાં અણનમ ૧૧૫ રન ફટકાર્યા હતા, પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો ન હતો અને કોલકાતા નાઈટ રાઈડરે જીત મેળવી હતી. આ વખતે પણ સનરાઈઝ હૈદરાબાદે સહાને ૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
મહત્વનું છે કે, ભારતીય ટીમના માર્યાદિત ઓવરના ફોરમેટમાં સહાનો સમાવેશ કરવામાં આવતો નથી. ત્યારે આ તૂફાની સદી દ્વારા તે પોતાને સાબિત કરવામાં પણ પાછળ રહ્યો નથી.
