પોલેન્ડની ખેલાડી ઇંગા સ્વીટેકએ વર્ષના અંતિમ ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપનનું મહિલા સિંગલ ટાઇટલ જીત્યું છે. ઇંગાએ શનિવારે રમાયેલી ફાઇનલ મેચમાં પાંચમી ક્રમાંકિત ટ્યુનિશિયાના ઓન્સ જબુરને સીધા સેટમાં હરાવી હતી. ઇગાએ આ મેચ 6-2 7-6 (7-5)થી જીતી લીધી હતી. ઇગાની કારકિર્દીનું આ ત્રીજું અને વર્ષનું બીજું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે. અગાઉ તે 2020 અને આ વર્ષે ફ્રેન્ચ ઓપન જીતી ચૂકી છે. હાર્ડ કોર્ટ પર આ તેનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ છે.
Queen of Queens.@iga_swiatek is the #USOpen champion! 🏆 pic.twitter.com/SLgI8rOsW1
— US Open Tennis (@usopen) September 10, 2022
પ્રથમ સેટ એકતરફી રહ્યા બાદ જબુરે બીજા સેટમાં ઇગાને જોરદાર ટક્કર આપી હતી, જોકે તે પોલેન્ડની ખેલાડીના પડકારને પાર કરી શકી નહોતી. ઇગાને આ મેચ જીતવામાં વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો.આ મેચ એક કલાક અને 51 મિનિટ સુધી ચાલી હતી.ઇગાએ શરૂઆતના 14 પોઈન્ટમાંથી 12 પોઈન્ટ મેળવ્યા અને 3-0ની લીડ મેળવી. જબુરે ફરીથી પુનરાગમન કરવાનો પ્રયાસ કર્યો, 12 પોઈન્ટ્સમાં પાંચ શ્રેષ્ઠ સ્ટોક લગાવ્યા હતા. જોકે, તે પ્રથમ સેટમાં ઇગાની શાનદાર રમતનો જવાબ આપી શકી ન હતી, . મેચની નવમી ગેમ એટલે કે બીજા સેટની પહેલી, આ મેચની પહેલી ગેમ હતી જે ડ્યૂસમાં ગઈ હતી. પોલેન્ડના ખેલાડીએ અહીં પણ 3-0ની સરસાઈ મેળવી હતી. તેણે ફરી 4-0થી આગળ નીકળી ગઇ હતી . અહીંથી ટ્યુનિશિયાના ખેલાડીએ વાપસી કરી હતી અને ચાર ગેમ જીતી હતી. જોકે ઇંગા હજુ પણ 5-4થી આગળ હતી. ત્યારબાદ સ્કોર 6-6 થઈ ગયો. અહીં ફરીથી ઇગા જીતી.
