ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટી-20 સીરિઝની શરૂઆત થઇ છે ત્યારે ચેસ્ટર લી સ્ટ્રીટના રિવરસાઇડ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને એકતરફી મેચમાં નવ વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ યજમાન ટીમે ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરી હતી પરંતુ કોઈ મોટો સ્કોર બનાવી શક્યું ન હતું. 20 ઓવર રમ્યા બાદ ભારતે સાત વિકેટે 132 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે 13 ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
A nine-wicket victory in Durham to start our IT20 series against India. pic.twitter.com/9TxMf6YgWB
— England Cricket (@englandcricket) September 10, 2022
ઈંગ્લેન્ડ તરફથી ઓપનર સોફી ડંકલેએ અડધી સદી ફટકારી હતી. તે 61 રન બનાવીને અણનમ રહી હતી. આ સાથે જ એલિસ કેપ્સીએ પણ અણનમ 32 રન બનાવી ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
