ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક એવા વેરાવળમાં હાલ દોઢ લાખથી વધુ વસ્તી રહે છે અને અહીં વિશ્વપ્રસિદ્ધ સોમનાથ જ્યોતિર્લિંગ આવેલું છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મુખ્યમંત્રીને પત્ર લખીને વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની માંગ કરી છે. જોકે, હાલની નગરપાલિકા પાસે મહાનગરપાલિકા જેવી સુવિધાઓ ન હોવાથી શહેરના વિકાસમાં અવરોધો સર્જાઈ રહ્યા છે.
ધારાસભ્ય ચુડાસમાનું કહેવું છે કે, વેરાવળ-પાટણ-ભીડીયા સંયુક્ત નગરપાલિકામાં અનેક ગ્રામ્ય વિસ્તારો પણ સામેલ છે. મહાનગરપાલિકા બનવાથી આ તમામ વિસ્તારોને વિકાસના નવા માર્ગો મળશે. આ માંગને લઈને સ્થાનિક લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેઓને આશા છે કે, સરકાર આ માગને ધ્યાનમાં લઈને યોગ્ય નિર્ણય લેશે.
આ પણ વાંચો: ગીર સોમનાથમાં 31 ડિસેમ્બર પૂર્વે વેરાવળના બંદરમાં પોલીસનું સઘન ચેકીંગ
આ પણ વાંચો: જૂનાગઢ-વેરાવળ હાઇવે પર પરના અકસ્માતમાં પાંચ વિદ્યાર્થી સહિત સાતના મોત
