Surat News : સુરતમાં આપઘાતના બનાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે મોટા વરાછાના ઉતરાણમાં રહેતી મહિલાએ પોતાના 4 વર્ષા માસૂમ પુત્રને ઝેર પીવડાવી પોતે પણ ગટગટાવી લીધુ હતું. જેથી બન્નેના મોત નીપજ્યાં હતાં. બે મોતને પગલે હીરા દલાલના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.હીરાદલાલની 26 વર્ષીય પત્નીએ પોતાના 4 વર્ષના માસુમ પુત્રને ઝેર પીવડાવ્યા બાદ પોતાને ઉલટી થવા લાગી હતી. જેથી તેણીએ પોતાના પતિને ફોન કરી બોલાવ્યો હતો. બાદમાં બન્નેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતાં. જ્યાં માતા અને પુત્રનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
ઉત્રાણના રોયલ બીલ્સ ગ્રીન પ્લાઝાની બાજુમાં રવિભાઈ 26 વર્ષીય પત્ની પાયલ અને 4 વર્ષીય પુત્ર માહિર સાથે રહેતા હતા. રવિભાઈ હીરાની દલાલી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મંગળવારે બપોરે હીરાદલાલની પત્ની પાયલ તેની દેરાણીની તબિયત સારી ન હોવાથી સાસુમાને તેણીના ઘરે મૂકીને પરત આવી હતી.
ત્યાર બાદ પાયલે અનાજમાં નાખવાના ઝેરી ટીકડીનો પાવડર બનાવી પોતાના 4 વર્ષના પુત્ર માહિરને પીવડાવી દીધો હતો. ત્યારબાદ પોતે પણ ઝેર પી લીધું હતું.હીરા દલાલ રવિ અને પાયલના સાત વર્ષ પહેલા લગ્ન થયા હતા. અને દંપતીને મિહિર નામનો એક પુત્ર અવતર્યો હતો. માતા પુત્રના મોતના બનાવ પાછળનું સાચું કારણ જાણવા પોલીસે મોબાઈલ ફોન કબજે લઈ વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:સગીરા પર દુષ્કર્મ નહીં ગેંગરેપ થયો છે કાર્યવાહી નહીં કરો તો આંદોલનની ચીમકી
આ પણ વાંચો:ગુજરાતમાં ચાલુ બસે મહિલા સાથે દુષ્કર્મ, પુત્રને મારી નાખવાની આપી હતી ધમકી
આ પણ વાંચો:વડોદરામાં દુષ્કર્મ આચરનારા ભાજપ કાર્યકરની ઓડિયો ક્લિપ વાઇરલ