Botad News/ બોટાદના હડદડ ગામે ખેડુત-પોલીસ ઘર્ષણ મામલે18 આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર

હડદડ ગામના ખેડૂતોએ જમીન સંપાદન અને વળતરનો વિરોધ કર્યો ત્યારે અથડામણ શરૂ થઈ હતી. સરકારી પ્રોજેક્ટ માટે જમીન સર્વેક્ષણ દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે તણાવ વધી ગયો હતો.

Top Stories Gujarat Breaking News

Botad News:બોટાદ જિલ્લાના હડદડ ગામમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલી જીવલેણ અથડામણના સંદર્ભમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ ઘટનામાં 85 આરોપીઓમાંથી 65 આરોપીઓની (accused) ધરપકડ (Arrest) કરવામાં આવી છે. આ 65 આરોપીઓને આજે બોટાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, અને તેમાંથી 18 આરોપીઓને છ દિવસના પોલીસ રિમાન્ડ મળ્યા હતા. બાકીના 47 આરોપીઓને સીધા જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. બાકીના 20 હજુ પણ પોલીસ કસ્ટડીની બહાર છે અને તેમની શોધ ચાલી રહી છે.

65 પૈકી 18 આરોપીઓના પોલીસે માંગ્યા રિમાન્ડ

10 ઓક્ટોબર, 2025 ના રોજ હડદડ ગામના ખેડૂતોએ જમીન સંપાદન અને વળતરનો વિરોધ કર્યો ત્યારે અથડામણ શરૂ થઈ હતી. સરકારી પ્રોજેક્ટ માટે જમીન સર્વેક્ષણ દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે તણાવ વધી ગયો હતો. વિરોધ દરમિયાન, ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેના કારણે પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો.

કોર્ટ દ્વારા 18 આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર

આ અથડામણમાં ત્રણ ખેડૂતો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક બોટાદની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બે પોલીસ કોન્સ્ટેબલને પણ નાની-મોટી ઇજાઓ થઈ હતી. ઘટનાસ્થળેથી એક ખુલ્લું ટ્રેક્ટર, પથ્થર અને લાકડીઓ જપ્ત કરવામાં આવી હતી. બોટાદના પોલીસ અધિક્ષક ડૉ. વિનય ચુડાસમાએ અનુસાર “ઘટના પછી તાત્કાલિક પાંચ ટીમો બનાવવામાં આવી હતી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સીસીટીવી ફૂટેજ, ગામના સોશિયલ મીડિયા વીડિયો અને સાક્ષીઓના નિવેદનોના આધારે, 65 આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી અને તેમની ધરપકડ કરવામાં આવી હતી.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગરમાં ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતો ભડક્યા

આ પણ વાંચો:ટેકાના ભાવે મગફળી ખરીદી મુદ્દે સરકાર સામે ખેડૂતોનો રોષ ભભુકી ઉઠ્યો

આ પણ વાંચો:રાજકોટમાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું સહકારી મહાસંમેલન, ખેડૂતોનું શક્તિ પ્રદર્શન