Not Set/ શ્રીલંકા વિસ્ફોટની તાલીમ માટે હુમલાખોર કાશ્મીર આવ્યા હતા – શ્રીલંકા સેના પ્રમુખ

શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્વ વિસ્ફોટને અંજામ આપનારા કેટલાક આત્મઘાતી હુમલાખોરોએ કાશ્મીરમાં આ હુમલા માટેની તાલીમ લીધી હોવાનો દાવો શ્રીલંકાની સૈન્યના વડાએ કર્યો છે. કેટલાક આતંકીઓએ કાશ્મીર અને કેરળની પણ મુલાકાત લીધી હોવાની આશંકા વ્યક્ત કરાઇ છે. આતંકીઓએ ભારતની મુલાકાત લીધી હોવાનો દાવો કરના લેફટનન્ટ જનરલ મહેશ સેનાનાયક પહેલા વરિષ્ઠ અધિકારી છે. આ લિંક બાદ જ ભારતીય […]

Top Stories World

શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્વ વિસ્ફોટને અંજામ આપનારા કેટલાક આત્મઘાતી હુમલાખોરોએ કાશ્મીરમાં આ હુમલા માટેની તાલીમ લીધી હોવાનો દાવો શ્રીલંકાની સૈન્યના વડાએ કર્યો છે. કેટલાક આતંકીઓએ કાશ્મીર અને કેરળની પણ મુલાકાત લીધી હોવાની આશંકા વ્યક્ત કરાઇ છે.

આતંકીઓએ ભારતની મુલાકાત લીધી હોવાનો દાવો કરના લેફટનન્ટ જનરલ મહેશ સેનાનાયક પહેલા વરિષ્ઠ અધિકારી છે. આ લિંક બાદ જ ભારતીય સુરક્ષા એજન્સીઓ પણ તે અંગે સઘન તપાસ કરી રહી છે. સેનાનાયકે આ દિશામાં કહ્યું હતું કે આતંકીઓએ ભારતમાં બેંગ્લોર, કશ્મીર અને કેરળની યાત્રા કરી હતી.

આ પ્રવાસ પાછળના ઉદ્દેશ વિશે જણાવતા કહ્યું હતું કે આ યાત્રા કોઇ પ્રકારની તાલીમ અથવા ત્યાં ઉપસ્થિત આતંકી સંગઠનો સાથે સાંઠગાંઠ કરવાના ઉદ્દેશથી કરાઇ છે. તમિલનાડુ અને કેરળના કેટલાક હિસ્સામાં તપાસ એજન્સીઓ આતંકીઓના ઠેકાણ પર દરોડા પાડી રહી છે.

એનઆઇએ કરેલી સખત કાર્યવાહીમાં અનેક લોકોની IS સાથે સાંઠગાંઠ હોવાનું માલુમ પડ્યું છે. ભારતીય અધિકારીઓ અનુસાર 2017માં બે આત્મઘાતી હુમલાખોર ભારત આવ્યા હતા.

શ્રીલંકા સૈન્યના વડાના આ દાવાની ભારતીય તપાસ એજન્સીના અધિકારીઓએ પુષ્ટિ નથી કરી. અત્યારસુધી ભારતીય તપાસકર્તાઓએ શ્રીલંકા વિસ્ફોટમાં આતંકીઓની કાશ્મીર સાથે લિંક હોવાનો કોઇ ઉલ્લેખ નથી કર્યો.

ભારતીય અધિકારીઓનું માનવું છે કે શ્રીલંકા વિસ્ફોટને અંજામ આપનારા સંદિગ્ધ આઇએસના મૌલવી જહરાન બિન હાશિમે ભારતની મુલાકાત કરી હતી. જો કે ભારતીય અધિકારીઓને હાશિમના ભારત પ્રવાસ અને તેના ભારતમાં સંપર્ક હોવા અંગેની માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.