અમદાવાદ,
અમદાવાદની સિવિલ હોસ્પિટલની લેબોરેટરીની ઘોર બેદરકારી સામે આવી છે.એક મહિલાએ બ્લડનો ટેસ્ટ કરાવ્યો હતો પરંતુ રિપોર્ટમાં બ્લડ સહિત યુરિન રિપોર્ટનો સમાવેશ હતો.ચોંકાવનારી વાત એ છે કે દર્દીએ યુરીનના સેમ્પલ આપ્યા જ નહતા.એટલું જ નહીં હદ તો ત્યાં થાય છે કે, બ્લડ ટેસ્ટનો રિપોર્ટિંગ ટાઈમ પણ ખોટો નોંધવામાં આવ્યો છે.
