Ahmedabad News/ મહિલાઓની સલામતી-સુરક્ષા માટે ક્રાઈમ બ્રાન્ચ એલર્ટ મોડ પર, શરૂ કરી 30 દિવસની ખાસ રાત્રિ ડ્રાઈવ

આ ડ્રાઈવનો મુખ્ય હેતુ એક જ છે રાત્રિના સમયે પણ દરેક મહિલાને “હું સલામત છું” એવો પૂરો વિશ્વાસ આપવો.રાત્રે 8 વાગ્યાથી સવાર સુધી મહિલાઓની વધુ અવરજવરવાળા વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવશે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News:ભારતના સૌથી સુરક્ષિત શહેરોની યાદીમાં અમદાવાદ સતત ટોચના સ્થાને રહે છે, પરંતુ પોલીસ માટે આ સન્માન જવાબદારી પણ છે. એ જવાબદારીને વધુ મજબૂત કરવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મહિલા સેલે આજથી શહેરના મહત્ત્વના વિસ્તારોમાં 30 દિવસની વિશેષ સુરક્ષા ડ્રાઈવ શરૂ કરી છે. આ ડ્રાઈવનો મુખ્ય હેતુ એક જ છે રાત્રિના સમયે પણ દરેક મહિલાને “હું સલામત છું” એવો પૂરો વિશ્વાસ આપવો.રાત્રે 8 વાગ્યાથી સવાર સુધી મહિલાઓની વધુ અવરજવરવાળા વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવશે જેમાં મહિલા પોલીસ કર્મચારીઓની ખાસ ટીમો સાદા ડ્રેસમાં અને યુનિફોર્મમાં બંને રૂપે તૈનાત રહેશે.

એકલી મુસાફરી કરતી મહિલાઓ, કોલેજથી પરત ફરતી વિદ્યાર્થિનીઓ, નાઈટ શિફ્ટમાંથી ઘરે જતી મહિલાઓની સુરક્ષા માટે અમદાવાદ પોલીસ ખડેપગે ઊભી રહેશે. શંકાસ્પદ વ્યક્તિઓ અને વાહનોની તપાસ, હિસ્ટ્રી-શીટર્સ પર પોલીસની ખાસ નજર રહેશે. આ સાથે સાથે ઝડપી પ્રતિસાદ માટે ક્રાઈમ બ્રાન્ચની વધારાની ટીમો 24×7 એલર્ટ મોડ પર છે.એસ.જી. હાઈવે અને આસપાસના તમામ વિસ્તાર જેમકે એસ.પી. રીંગ રોડ,સાબરમતી રિવરફ્રન્ટ,સાયન્સ સિટી રોડ,132 ફૂટ રીંગ રોડ,સેટેલાઈટ, બોડકદેવ, થલતેજ, વસ્ત્રાપુર, મેમનગર, નારણપુરા જેવા રહેણાંક વિસ્તારો પર પોલીસનું સતત પેટ્રોલીંગ ચાલુ છે.

સાથે જ સી.જી. રોડ, લો કોર્ટ, ઈન્કમટેક્સ જેવા કોમર્શિયલ ઝોન પર પણ પોલીસની કડક નજર રહેશે.અમદાવાદ પોલીસની પ્રખ્યાત “શી ટીમ” આ ડ્રાઈવ દરમિયાન પણ રાઉન્ડ-ધ-ક્લોક સક્રિય રહેશે. કોઈ પણ મહિલાને રસ્તા પર, બસ-ઓટોમાં કે કોઈપણ જગ્યાએ અસુરક્ષાનો અહેસાસ થાય તો ફક્ત એક કોલ કરવાનો શી ટીમ તુરંત જ ત્યાં પહોંચી જશે. આ ઉપરાંત મહિલા હેલ્પલાઈન 1091 અને પોલીસ ઈમર્જન્સી 100 પર પણ તાત્કાલિક મદદ મળશે.

આ 30 દિવસની ડ્રાઈવ પૂરી થયા પછી પણ અમદાવાદ પોલીસનું આ સઘન પેટ્રોલિંગ અને મહિલા-કેન્દ્રિત સુરક્ષા મોડેલ ચાલુ રહેશે, એવી ખાતરી અધિકારીઓએ આપી છે.અમદાવાદની મહિલાઓ હવે રાત્રે પણ વધુ નિશ્ચિંત થઈને ઘરની બહાર નીકળી શકશે – કારણ કે શહેરની સૌથી મોટી ઢાલ અમદાવાદ પોલીસ તેમની સાથે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ પોલીસ વિભાગમાં મોટાપાયે બદલીના ઓર્ડર, એકસાથે 744 પોલીસકર્મીઓની બદલી

આ પણ વાંચો:કાયદો-વ્યવસ્થાને લઈ ઉઠતા સવાલોથી અમદાવાદ પોલીસ કમિશ્નરની લાલ આંખ

આ પણ વાંચો:અમદાવાદ પોલીસ કમિશ્નરે 1543 પોલીસ કર્મચારીઓની કરી બદલી