Not Set/ યુએસએમાં ભારતીય વૈજ્ઞાનિકને ગરબામાં પ્રવેશ કરતાં અટકાવાયા, કારણ જણાવ્યું કે તેઓ હિન્દુ દેખાતા નથી

ભારતીય મૂળના વૈજ્ઞાનિક કરણ જાની અને એમનાં મિત્રોને યુએસએમાં ગરબા રમવા માટે ઓર્ગેનાઇઝરે પરવાનગી આપી ન હતી. આ માટે એમણે એવું કારણ આપ્યું હતું કે તેઓ હિન્દુ જેવાં દેખાતા નથી એટલે એમને પ્રવેશ આપવામાં આવશે નહી. Year 2018 & Shakti Mandir in Atlanta, USA denied me and my friends entry from playing garba because: “You […]

Top Stories India World

ભારતીય મૂળના વૈજ્ઞાનિક કરણ જાની અને એમનાં મિત્રોને યુએસએમાં ગરબા રમવા માટે ઓર્ગેનાઇઝરે પરવાનગી આપી ન હતી. આ માટે એમણે એવું કારણ આપ્યું હતું કે તેઓ હિન્દુ જેવાં દેખાતા નથી એટલે એમને પ્રવેશ આપવામાં આવશે નહી.

29 વર્ષીય કરણ જાનીવડોદરાના છે અને તેઓ જાણીતા એસ્ટ્રોફિઝીસીસ્ટ છે એમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું, ‘વર્ષ 2018 અને શક્તિ મંદિર, એટલાન્ટા, યુએસએ દ્વારા મને અને મારા મિત્રોને ગરબા રમવા માટે પરવાનગી આપવામાં આવી નહીં કારણકે: “તમે હિન્દુ દેખાતા નથી અને તમારા ઓળખકાર્ડમાં અટક પણ હિન્દુ જેવી લાગતી નથી.”

એમણે ત્યાંના ઓર્ગેનાઇઝરને ગુજરાતીમાં સમજવાની પણ કોશિશ કરી પરંતુ એમણે તેઓને ઇવેન્ટમાંથી જતા રહેવા માટે કહ્યું. જાનીએ જણાવ્યું કે એમનાં એક ફ્રેન્ડે આઈડી પ્રૂફ બતાવ્યું તો એમણે એમ કહ્યું કે તમારી અટક હિન્દુ અટક જેવી લાગતી નથી.

માહિતી એવી પણ મળી છે કે મંદિર ઓર્ગેનાઇઝરનો જાનીને ફોન પણ આવ્યો હતો કે તેઓ કોઈ ભેદભાવમાં માનતા નથી.