gujarat weather news/ ગુજરાતમાં હિટવેવથી મળશે આંશિક રાહત,સક્રિય થતાં જ તાપમાનમાં ઘટાડો થશે

સાત દિવસ સુધી ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે. આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં બે થી ચાર ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે.

Top Stories Gujarat

Gujarat Weather News: ગુજરાતમાં (Gujarat) હાલ ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે હવામાન વિભાગનો (Meteorological Department) અંદાજ છે કે આજથી રાજ્યમાં ગરમી ઓછી થશે, ત્યારબાદ 3 દિવસ પછી ફરી ગરમી વધશે, ત્યારબાદ મહત્તમ તાપમાનમાં પણ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance)  થતાં જ તાપમાનમાં ઘટાડો થશે.

હવામાન વિભાગની આગાહી મુજબ, અમદાવાદ 41.5 ડિગ્રી, ગાંધીનગર અને ડીસા 40.6 ડિગ્રી, વડોદરા 40.6 ડિગ્રી, અમરેલી 40.3 ડિગ્રી, રાજકોટ 40.7 ડિગ્રી, સુરેન્દ્રનગર 40.8 ડિગ્રી, ભુજ 38.4 ડિગ્રી, ભાવનગર 38.7 ડિગ્રી, કેશોદ 39.2 ડિગ્રી અને પોરબંદર 36.2 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું.

સાત દિવસ સુધી ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે. આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં બે થી ચાર ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. ત્યારબાદ મહત્તમ તાપમાનમાં પણ બે થી ચાર ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. આગામી ત્રણ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી પરંતુ તે પછી 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.

આપને જણાવી દઈએ હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે માર્ચ મહિનામાં ગુજરાતના વાતાવરણમાં ફેરફાર ચાલુ રહેશે. તેમણે કહ્યું કે 20 એપ્રિલથી ગરમી વધવાની શક્યતા છે. 26 મે સુધી ચક્રવાતી તોફાન આવવાની પણ શક્યતા છે. તેથી, આ વર્ષે તેમણે અમદાવાદ, વડોદરા, પંચમહાલમાં ભારે ગરમીની આગાહી કરી છે. આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં પણ ગરમી વધશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:માર્ચના છેલ્લા દિવસોમાં આવશે વાતાવરણમાં પલટો, કેટલું રહેશે ગુજરાતનું તાપમાન…

આ પણ વાંચો:તાપમાનમાં વધારો, હવામાનમાં પલટો આવતાં બેવડી ઋતુનો અહેસાસ

આ પણ વાંચો:ગુજરાતમાં આવ્યો વાતાવરણમાં પલટો, ગરમીમાં થયો ઘટાડો