New Delhi News : દેશમાં પેટ્રોલ, ડીઝલ (Petrol And Diesel) અને LPGના ભાવને લઈને ફરી ચર્ચા તેજ બની છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી Hardeep Singh Puriએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આવનારા સમયમાં ઇંધણના ભાવમાં વધારો થઈ શકે છે. જોકે, તેમણે આ પણ કહ્યું કે ભાવવધારો અને ચૂંટણી વચ્ચે કોઈ સંબંધ નથી.
દેશમાં ઇંધણની અછત નથી: પુરી
12 મેના રોજ યોજાયેલી CII વાર્ષિક વ્યાપાર સમિટ 2026 દરમિયાન હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે દેશમાં ક્યાંય પણ પેટ્રોલ, ડીઝલ (Petrol And Diesel) કે LPGની અછત નથી. સરકારે LPGનું દૈનિક ઉત્પાદન લગભગ 35 હજાર ટનથી વધારીને 55થી 56 હજાર ટન સુધી પહોંચાડ્યું છે.
તેમણે કહ્યું કે ભારત પાસે હાલમાં લગભગ 60 દિવસ જેટલું ક્રૂડ ઓઇલ અને LNGનું સ્ટોક ઉપલબ્ધ છે, જ્યારે LPGનો 45 દિવસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
‘છેલ્લા ચાર વર્ષથી ભાવ વધાર્યા નથી’
પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે સરકારે છેલ્લા ચાર વર્ષથી પેટ્રોલ અને ડીઝલ (Petrol And Diesel) ના ભાવમાં વધારો કર્યો નથી. જોકે, તેમણે એ પણ સ્વીકાર્યું કે ભવિષ્યમાં ભાવ નહીં વધે એવી કોઈ ખાતરી નથી.
તેમણે કહ્યું: “હું એવું નથી કહી રહ્યો કે ભાવ વધશે નહીં, પરંતુ પેટ્રોલ-ડીઝલના ભાવ અને ચૂંટણીઓને એકબીજા સાથે કોઈ લેવાદેવા નથી.”
ઓઇલ કંપનીઓને ભારે નુકસાન
હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ હાલમાં દરરોજ અંદાજે ₹1,000 કરોડનું નુકસાન ભોગવી રહી છે. કંપનીઓ પર કુલ ₹1.98 લાખ કરોડની અંડર-રિકવરી હોવાનું પણ તેમણે જણાવ્યું.
મંત્રીએ દાવો કર્યો કે વર્તમાન ભાવો જાળવી રાખવાના કારણે ગયા વર્ષે કમાયેલો મોટાભાગનો નફો પણ ધોવાઈ રહ્યો છે.
પશ્ચિમ એશિયાના યુદ્ધની અસર
પેટ્રોલિયમ મંત્રી (Petrolium Minister)એ ચેતવણી આપી કે જો પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો ભારત પર નાણાકીય દબાણ વધી શકે છે. આવી સ્થિતિમાં સરકાર અને ઓઇલ કંપનીઓને કઠિન નિર્ણયો લેવા પડી શકે છે.
તેમણે કહ્યું કે સરકાર ગ્રાહકોને મોંઘવારીથી બચાવવા માટે જવાબદારીપૂર્વક પરિસ્થિતિ સંભાળી રહી છે અને દેશભરમાં ગેસ પુરવઠો સામાન્ય રીતે ચાલુ છે.
આ પણ વાંચો : પેટ્રોલ ડિઝલ સસ્તા,મોંઘવારી પર સર્જિકલ સ્ટ્રાઈક !!
આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસનું મોંઘવારી સામે આંદોલન, 11 મી જૂને રાજ્યવ્યાપી દેખાવો થશે, પેટ્રોલ ડિઝલ ગેસ અને
આ પણ વાંચો : ખાદ્યપદાર્થોના ભાવ વધ્યા, પ્રજાને રાહત આપવાની માગ સાથે આંદોલન
