Gujarat News/ રાજ્યના 8 જિલ્લાની કોર્ટ પરિસરમાં વકીલો માટે અલાયદી બેઠક વ્યવસ્થા બનાવાશે: પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલ

રાજ્ય સરકાર દ્વારા વકીલ મિત્રો માટે કોર્ટ પરિષદમાં એક અલાયદી બેઠક વ્યવસ્થા કરવામાં આવશે

Top Stories Gujarat
Beginners guide to 2025 04 02T180229.549 રાજ્યના 8 જિલ્લાની કોર્ટ પરિસરમાં વકીલો માટે અલાયદી બેઠક વ્યવસ્થા બનાવાશે: પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલ

Gujarat News : પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની કુલ ૮ જિલ્લાની કોર્ટ જ્યુડીસરીની કોર્ટ પરિસરમાં વકીલોને બેસવા માટે અલાયદી બેઠક વ્યવસ્થા બનાવવામાં આવશે. આ બિલ્ડીંગના બાંધકામ માટે કુલ રૂ. ૮૨ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.

મંત્રએ કહ્યું કે, ગુજરાતમાં વકીલાત કરતા વકીલોની સતત ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે. તેમના હિત માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા વકીલ મિત્રો માટે કોર્ટ પરિષદમાં એક અલાયદી બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. તેમના માટે કાર્ટ પરિષદમાં જ એક અલાયદા બેઠક વ્યવસ્થા બનાવવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું છે.

જે અંતર્ગત જામનગરમાં રૂ. ૩૨.૪૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગાંધીનગરમાં રૂ. ૭.૨૦ કરોડ, ભાવનગરમાં રૂ. ૧૪.૪૩કરોડ, મોરબીમાં રૂ. ૭.૭૮ કરોડ, મહિસાગર-લુણાવાડામાં રૂ. ૧.૫૪ કરોડ, નડિયાદ- ખેડામાં રૂ. ૯.૮૨ કરોડ, આણંદ-બોરસદમાં રૂ. ૩.૨૩ કરોડ તથા છોટા ઉદેપુરમાં રૂ. ૫.૬૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદની પ્રેમ સ્કૂલના શાળા સંચાલકોની મનમાની! ફરજીયાત લીલા રંગનું સ્વેટર પહેરવા દબાણ

આ પણ વાંચો:સુરત: શાળા સંચાલકોએ વાલીઓ પાસે ભરાવ્યું ડિકલેરેશન ફોર્મ, જવાબદારીમાંથી હટવાનો પ્રયાસ

આ પણ વાંચો:માઉન્ટ કાર્મેલ સ્કૂલ મામલે શાળા સંચાલકો સાથે ડીઈઓએ રચેલી કમિટીની બેઠક…