ગુજરાતમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બીટીપી દ્વારા પણ પોતાના ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી છે જ્યારે કેટલીક બેઠકો પર AIMIM દ્વારા પણ પોતાના ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બુધવારે રાત્રે AIMIM દ્વારા માંગરોળ બેઠક માટે વધુ એક ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત AIMIMના પ્રદેશ પ્રમુખ સાબિર કાબલિવાલા દ્વારા માંગરોળ બેઠકના ઉમેદવાર તરીકે સુલેમાન પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. તેમણે આ અંગે સોશિયલ મીડિયા પર જાહેરાત કરતાં ખુશી પણ વ્યક્ત કરી હતી.
AIMIMએ માંગરોળ બેઠક માટે સુલેમાન પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર એમ મતદાનના બે તબક્કામાં યોજાવા જઈ રહી છે. જેનું પરિણામ આગામી 8 ડિસેમ્બરે કરવામાં આવશે. આ પહેલા વિવિધ બેઠકો પર કઈ પાર્ટીના કયા નેતાઓ ઉમેદવારી કરી રહ્યા છે તેના પર લોકોની સતત નજર છે.
