લોકાર્પણ/ લીંબડીમાં આવતીકાલે  DY.CM નિતીનભાઇ પટેલના આગમનને લઇને તૈયારીઓને આખરી ઓપ

સુરેન્દ્રનગર જીલ્લાની નગરપાલિકાઓના વિવિધ વિકાસના કામોના ચેક વિતરણ અને વિવિધ વિકાસના કામોના ખાત મૂહુર્ત અને લોકાર્પણના કાર્યક્રમમાં લીંબડી મનદીપ પાર્ટી પ્લોટ ખાતે આવતીકાલે નાયબ મુખ્ય પ્રધાન નિતીનભાઇ પટેલના આગમનને લઇને તૈયારીના ભાગરૂપે કલર તેમજ રોડ ઉપરના ખાડા બુરવાનુ કામ હાથ ધરાયું છે.

Top Stories Gujarat

સચિન પીઠવા, સુરેન્દ્રનગર@મંતવ્ય ન્યૂઝ

ગુજરાત સરકારનો શહેરી જન સુખાકારી દિવસની ઉજવણીના ભાગરૂપે નગરપાલિકાઓના વિવિધ વિકાસના કામોના ચેક વિતરણ, લોકાર્પણ અને ખાત મૂહુર્તનો કાર્યક્રમ અંતર્ગત લીંબડીમાં આવતીકાલે નાયબ મુખ્ય પ્રધાન નિતીનભાઇ પટેલના આગમનને લઇને તૈયારીના ભાગરૂપે કલર તેમજ રોડ ઉપરના ખાડા બુરવાનુ કામ હાથ ધરાયું છે.

ગુજરાતની વિજય રૂપાણીની સરકારના સુશાસનને પાંચ વર્ષ પુરા થવાની ઉજવણીના ભાગ રૂપે ગુજરાત સરકાર દ્વારા આયોજિત મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ હસ્તે ઇ-લોકોર્પણના કાર્યક્રમમાં આવતી કાલે સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી ખાતે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના અધ્યક્ષસ્થાને શહેરી વિકાસ વિભાગ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ‘શહેરી જન સુખાકારી દિવસ’ની ઉજવણીના ભાગ રૂપે સુરેન્દ્રનગર જીલ્લાની નગરપાલિકાઓના વિવિધ વિકાસના કામોના ચેક વિતરણ અને વિવિધ વિકાસના કામોના ખાત મૂહુર્ત અને લોકાર્પણના કાર્યક્રમમાં લીંબડી મનદીપ પાર્ટી પ્લોટ ખાતે આવતીકાલે નાયબ મુખ્ય પ્રધાન નિતીનભાઇ પટેલના આગમનને લઇને તૈયારીના ભાગરૂપે કલર તેમજ રોડ ઉપરના ખાડા બુરવાનુ કામ હાથ ધરાયું છે.

આ અંગે લીંબડી નગરજનોએ જણાવ્યું કે, લીંબડીમાં જાહેર રોડ પર મસમોટા ખાડાઓની સાથે રસ્તા બિસ્માર થતાં લોકોની સાથે આ રસ્તેથી પસાર થતા વાહનચાલકોની હાલત અત્યંત કફોડી બની જાય છે. જે અંગે લાગતા-વળગતા તંત્રને અનેકો રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી હાથ ધરાતી નહોતી અને આવતી કાલે લીંબડીમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ આવી રહ્યાં છે ત્યારે આપોઆપ રસ્તાના ખાડા પુરવાની સાથે ડામર પાથરવાનું અને રસ્તાના ડીવાઇડરને કલરકામ કરવાનું કામ યુધ્ધના ધોરણે હાથ ધરાયું છે. અમે તો ઇચ્છીએ છીએ આવા નેતાઓ અવારનવાર લીંબડી ખાતે આવતા રહે.