અરવલ્લી/ સંતરામપુરની હાઇસ્કૂલમાં આચાર્યએ વિદ્યાર્થીને માર્યો માર, વિદ્યાર્થીની માતાએ લગાવ્યો આ આરોપ

સંતરામપુરની એસ.પી.હાઈસ્કૂલના આચાર્યએ નશો કરેલી હાલતમાં એક વિદ્યાર્થીને ઢોરમાર મારતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

Gujarat Others
સંતરામપુરની

કહેવામાં આવે છે કે સ્કૂલ એક મંદિર છે ત્યાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્વળ બને છે તે ઉપરાંત તેઓને શિક્ષિત કરવામાં આવે છે. મંદિર જેવી સ્કૂલમાં જ જો વિદ્યાર્થીને માર મારવામાં આવે તો તે ખરેખર ચોંકાવનારી ઘટના છે. રાજ્યમાં અનેકવાર શિક્ષકો દ્વારા બાળકોને ઢોર માર મારવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે હવે ફરી એકવાર અરવલ્લીના મહિસાગર જિલ્લાના સંતરામપુરની એક સ્કૂલમાં પ્રિન્સિપાલની મનમની સામે આવ્યા છે.

આ પણ વાંચો :ધોળકા-બગોદરા હાઇવે પર માતાજીના મંદિરે જતા પાંચ લોકોના અકસ્માતમાં મોત

આ અંગે મળતી માહિતી પ્રમાણે સંતરામપુરની એસ.પી.હાઈસ્કૂલના આચાર્યએ નશો કરેલી હાલતમાં એક વિદ્યાર્થીને ઢોરમાર મારતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જેમાં આચાર્ય સામે વિદ્યાર્થીની માતાએ ફરિયાદ નોંધાવી છે. મલણપુર ગામના વતની તાવિયાડ કિશોરભાઈનો પુત્ર મયુરકુમાર જે ધોરણ-11 માં એસ.પી.હાઈસ્કૂલ સંતરામપુર ખાતે અભ્યાસ કરે છે. શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા બાબુભાઇ પટેલ દ્વારા નશાની હાલતમાં રૂમમાં બંધ કરી ધોરણ-11ના વિદ્યાર્થીને ઢોરમાર માર્યો હતો. વિદ્યાર્થીએ બુમો પાડવા છતાં આચાર્ય રોકાયા નહોતા અને મારવાનું ચાલુ રાખ્યું હતું. વિદ્યાર્થીઓને આખા શરીર પર લાકડીના સોટા જોવા મળ્યા હતા.

વિદ્યાર્થીને મારમારતા તેની માતા શાળાએ રજુઆત રવા આવતાં આચાર્યે તેની માતાને લાફલ માર્યો હોવાના આક્ષેપ થયા હતા. આચાર્યે માતાને ધમકી આપી કે જો પોલીસ ફરિયાદ કરી તો તારા છોકરાનું ભવિષ્ય બગડશે સર્ટિ. કાઢીને આપી દઈશ તેવી ધમકી આપી હતી. જયારે વિદ્યાર્થીના પરિવારે આચાર્ય દારૂનો નશો કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ પણ વાંચો :દીકરીની સામે માતાનું પતંગની દોરીથી ગળું કપાતા મોત, બાળકીનો આબાદ બચાવ

પોતાના પુત્રને ઢોર માર મારતાં માતાએ  પોલીસ મથકે ફરિયાદ નોંધાવા ગઇ હતી. વર્ષ દરમિયાન 4થી 5 વાર આચાર્ય બાબુભાઈ પટેલના હસ્તે બાળકો તેના ભોગ બન્યા છે. આ રીતે ધમકી આપીને પોલીસ સ્ટેશનમાંથી ભૂતકાળમાં ફરિયાદ પાછી ખેંચાતા હોય છે અને સમાધાન કરાવતા હોય છે.

આ પણ વાંચો :ઉતરાયણ પહેલા જ ભરૂચમાં પતંગના દોરાથી ત્રણ લોકોના કપાયા ગળા, એકનું મોત, બે સારવાર હેઠળ

આ પણ વાંચો :ઝાલાવાડ લોકસાહિત્ય પરિવારના ઉપક્રમે સુરેન્દ્રનગર ખાતે પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો

આ પણ વાંચો :  હળવદના મયુરનગરના યુવાને ભારતીય સેનામાં ૧૭ વર્ષ સેવા આપી પરત ફરતા મોરબી તેમજ વતનમાં આર્મી જવાનનું