India Canada news/ 25 સપ્ટેમ્બરે કેનેડામાં ખાલિસ્તાનના સમર્થનમાં યોજાશે રેલી: રિપોર્ટ

કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનું નામ લઈને પહેલા જ મોટો વિવાદ સર્જ્યો છે.

Top Stories India
Mantavyanews 63 25 સપ્ટેમ્બરે કેનેડામાં ખાલિસ્તાનના સમર્થનમાં યોજાશે રેલી: રિપોર્ટ

કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનું નામ લઈને પહેલા જ મોટો વિવાદ સર્જ્યો છે. તેમના વિદેશ મંત્રીએ વરિષ્ઠ ભારતીય રાજદ્વારીને હાંકી કાઢવાનું નિવેદન કહીને આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. ત્યાર બાદ ભારતે ન માત્ર આકરી પ્રતિક્રિયા આપી, પરંતુ કેનેડિયન રાજદ્વારીને રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓમાં સામેલ થવા બદલ 5 દિવસમાં ભારત છોડવા માટે પણ કહ્યું. અહીં, ગુપ્તચર એજન્સીઓને ટાંકીને એવા સમાચાર છે કે કેનેડામાં આવતા સોમવારે એટલે કે 25 સપ્ટેમ્બરે હિંસા ભડકી શકે છે.

25મી સપ્ટેમ્બરે કેનેડામાં ભારત વિરુદ્ધ ખાલિસ્તાન તરફી રેલીનું આયોજન કરવાનો પ્રસ્તાવ છે. કેનેડામાં રહેતા ખાલિસ્તાન સમર્થકોએ 25 સપ્ટેમ્બરે ભારતીય હાઈ કમિશનની સામે પ્રદર્શન કરવાની યોજના બનાવી છે. ગુપ્તચર એજન્સીઓને ટાંકીને સમાચાર છે કે આ પ્રદર્શન દરમિયાન હિંસા ભડકી શકે છે.

ISI સાથે મળીને ષડયંત્ર

ભારતીય ગુપ્તચર એજન્સીઓએ કેનેડામાં તૈનાત ભારતીય રાજદ્વારીને આ સંભવિત હિંસક પ્રદર્શનોને કારણે સાવચેત રહેવા જણાવ્યું છે. અહેવાલ છે કે કેનેડામાં રહેતા 20થી વધુ ખાલિસ્તાનીઓ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI સાથે મળીને ભારત વિરુદ્ધ એક મોટું ષડયંત્ર રચી રહ્યા છે.

ભારતે 9 આતંકી સંગઠનોની યાદી આપી

ભારતે કેનેડાને 9 ખાલિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનોની યાદી આપી છે, જે કેનેડામાં રહે છે. આ 9 ખાલિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનો ભારતના પંજાબમાં આતંકવાદી ષડયંત્રને અંજામ આપે છે. આ પહેલા પણ ભારત આવા તમામ ખાલિસ્તાનીઓની યાદી કેનેડા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને બ્રિટન સાથે શેર કરી ચૂક્યું છે. આ આતંકવાદી સંગઠનો આ દેશોમાં રહીને ભારત વિરુદ્ધ ષડયંત્ર રચે છે.

ભારત સરકાર તરફથી આતંકી સંગઠનોની યાદી મળવા છતાં આ સરકારો તેમની સામે કાર્યવાહી કરવાનું ટાળી રહી છે. એ પણ નોંધનીય છે કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો કેનેડાની ખાલિસ્તાન સમર્થિત પાર્ટીના દબાણમાં અને પોતાની સરકાર બચાવવા માટે જ ભારત પર આવા પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યા છે. જો કે, ભારતે આ આરોપોનો જોરદાર જવાબ આપ્યો છે અને જસ્ટિન ટ્રુડો આ મામલે એકલા પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો: Women’s Reservation Bill/ હું મહિલા આરક્ષણ બિલનું સમર્થન કરૂ છું, આ રાજીવ ગાંધીનું સપનું હતુંઃ સોનિયા ગાંધી

આ પણ વાંચો: Constitution/ બંધારણની નવી નકલ પર વિવાદઃ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીનો મોટો આરોપ

આ પણ વાંચો: Cricket/ ICCએ ત્રણ ભારતીયો સહિત આઠ લોકોને સસ્પેન્ડ કર્યા