Entertainment News: બોલિવૂડના જાણીતા ગાયક ઉદિત નારાયણ (Udit Narayan)ફરી એકવાર કાનૂની વિવાદમાં સપડાયા છે. તેમની પહેલી પત્ની રંજના નારાયણે તેમના વિરુદ્ધ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેમણે ગંભીર આરોપ લગાવ્યો છે કે વર્ષો પહેલા તેમને જાણ કર્યા વગર તેમનું ગર્ભાશય દૂર કરવામાં આવ્યું હતું.

આ કેસમાં ઉદિત નારાયણ (Udit Narayan)સાથે તેમના ભાઈઓ સંજય કુમાર ઝા, લલિત નારાયણ ઝા અને તેમની બીજી પત્ની દીપા નારાયણનું નામ પણ સામેલ છે.
ઉદિત નારાયણ (Udit Narayan) સામે શું છે રંજનાનો આરોપ?
રંજનાના જણાવ્યા મુજબ, તેમના અને ઉદિત નારાયણ (Udit Narayan)ના લગ્ન 7 ડિસેમ્બર, 1984ના રોજ હિંદુ વિધિ પ્રમાણે થયા હતા. તેઓ સુપાલ જિલ્લાના રહેવાસી છે. લગ્ન બાદ ઉદિત નારાયણ અભિનય અને સંગીત ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે મુંબઈ ગયા હતા.
રંજનાનો આરોપ છે કે 1996માં ગાયક ઉદિત નારાયણ અને તેમના ભાઈઓ તેમને દિલ્હીની એક હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેમની જાણ વિના ગર્ભાશય દૂર કરવામાં આવ્યું હતું. તેમણે દાવો કર્યો છે કે તે સમયે દીપા નારાયણ પણ હાજર હતી, પરંતુ તેમને કોઈ માહિતી આપવામાં આવી નહોતી.

ઘરેલું હિંસા અને દુર્વ્યવહારના આરોપ
રંજનાએ વધુમાં જણાવ્યું કે જ્યારે તેઓ 2006માં મુંબઈ આવ્યા હતા ત્યારે ઉદિત નારાયણ અને તેમની બીજી પત્નીએ તેમને ઘરમાં પ્રવેશવા દીધી નહોતી અને દુર્વ્યવહાર કર્યો હતો.
તેમણે કહ્યું કે ત્યારબાદ તેઓ નેપાળ ગયા હતા, પરંતુ ત્યાંથી પણ તેમને હટાવી દેવામાં આવ્યા. હાલમાં તેઓ પોતાના ઘરે રહે છે અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
કોર્ટમાં ચાલી રહેલો કેસ
રંજનાના વકીલ કરુણાકાંત ઝાના જણાવ્યા મુજબ, સુપાલની ફેમિલી કોર્ટમાં ઉદિત નારાયણ સામે કેસ દાખલ છે, જેની સુનાવણી હજુ બાકી છે. તેમણે મહિલા આયોગમાં પણ ફરિયાદ નોંધાવી હતી.
તપાસ દરમિયાન ઉદિત નારાયણે સ્વીકાર્યું હતું કે રંજના તેમની પત્ની છે અને તેમને સાથે રાખવાનો વાયદો કર્યો હતો. પરંતુ રંજનાનો દાવો છે કે આજ સુધી તેમને પત્ની તરીકે યોગ્ય સન્માન મળ્યું નથી.
ઉદિત નારાયણનો પક્ષ
ફેબ્રુઆરી 2025માં ઉદિત નારાયણ સુપાલ ફેમિલી કોર્ટમાં હાજર થયા હતા. તેમણે રંજનાની સાથે સમાધાન કરવાનો ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ કેસ લડશે.
લેખિત જવાબમાં તેમણે કહ્યું હતું કે રંજના તેમની પાસેથી પૈસા ઉઘરાવવા માટે આ બધું કરી રહી છે અને કોર્ટમાં ખોટું બોલી રહી છે.
આર્થિક સહાય અંગે માહિતી
મહિલા આયોગની તપાસ મુજબ, રંજનાને ઉદિત નારાયણ તરફથી દર મહિને 15,000 રૂપિયાની આર્થિક સહાય મળતી હતી, જે 2021માં વધારીને 25,000 રૂપિયા કરવામાં આવી હતી.
તે ઉપરાંત ગાયક દ્વારા એક કરોડ રૂપિયાનું ઘર અને ખેતીની જમીન પણ આપવામાં આવી હોવાનું કહેવાય છે. 6 લાખ રૂપિયામાં એક રૂમ ભાડે લેવાયો હતો. તેમ છતાં, રંજના તેમના પતિ સાથે રહેવા માંગે છે, જ્યારે ઉદિત નારાયણએ સાથે રહેવાની ના પાડી છે.

પોલીસની પ્રાથમિક કાર્યવાહી
દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, ફરિયાદ લગભગ 30 વર્ષ જૂની ઘટના સાથે જોડાયેલી છે. તેથી પ્રથમ તબક્કે જૂના કેસના તમામ તથ્યોની તપાસ કરવામાં આવશે. ત્યારબાદ મળેલા પુરાવાના આધારે FIR નોંધાવી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
બીજી પત્ની અને પરિવાર
ઉદિત નારાયણે દીપા ગહાત્રાજ સાથે લગ્ન કર્યા હતા. તેમના પુત્ર આદિત્ય નારાયણનો જન્મ 1987માં થયો હતો, જે આજે જાણીતા ગાયક અને હોસ્ટ છે.
આ પણ વાંચો:9 કરોડ ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને જામીન, બોલિવૂડ સ્ટાર્સ સહાય માટે આગળ આવ્યા
આ પણ વાંચો:અક્ષય ખન્નાની એક્ઝિટ બાદ ‘દ્રશ્યમ 3’ માં અજય દેવગન સાથે કામ કરી ચૂકેલા અભિનેતાની એન્ટ્રી..!
આ પણ વાંચો:‘શું હું આતંકવાદી છું?’ મહાકુંભ ગર્લ મોનાલિસાની ફિલ્મ લોન્ચિંગ મામલે હોબાળો
