Mexico News/ અલ મેન્ચોના મૃત્યુ પછી હિંસા ફાટી નીકળી, ભારતીય દૂતાવાસે તેના નાગરિકો માટે એક જારી કરી એડવાઇઝરી

મેક્સિકો (Mexico) ના મોસ્ટ વોન્ટેડ ડ્રગ માફિયા અલ મેન્ચો (El Mencho) ને રવિવારે એક ઓપરેશન હેઠળ મેક્સીકન સેનાએ ડેર કરી નાખ્યો. તેમજ દેશભરમાં હિંસા ફાટી નીકળી છે

World Trending
Mexico

Mexico News: મોસ્ટ વોન્ટેડ ડ્રગ માફિયા નેમેસિયો રુબેન ઓસેગ્યુરા સર્વાન્ટેસ ઉર્ફે “એલ મેન્ચો” (El Mencho) ને મેક્સિકો (Mexico) સેનાએ ઢેર કરી પાડ્યો છે. એલ મેન્ચો (El Mencho) ના મૃત્યુ બાદ કેટલાક વિસ્તારોમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે સમગ્ર મેક્સિકો (Mexico) માં હિંસા ફેલાઈ ગઈ છે.

Mexico

તેના મૃત્યુ પછી જલિસ્કો સહિત ઘણા રાજ્યોમાં અલ મેન્ચોના સમર્થકોએ હિંસક પ્રદર્શન કર્યું. ઘણી જગ્યાએ વાહનોમાં આગચંપી અને હાઈવે જામની ઘટનાઓ સામે આવી છે. ગ્વાડલાહારા અને પ્યુર્ટો વાલાર્ટાથી ધુમાડા અને અફરાતફરીના વીડિયો વાઇરલ થયા છે.

મેક્સિકો (Mexico) માં રહેતા પોતાના નાગરિકોને ભારતીય દૂતાવાસે સાવચેતી રાખવા અપીલ કરી

Mexico

સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય દૂતાવાસે પોતાના નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. દૂતાવાસે જાહેર કરેલી એડવાઇઝરીમાં ભારતીય નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવા, ભીડભાડવાળા વિસ્તારો અને પ્રદર્શનોથી દૂર રહેવા તથા સ્થાનિક પ્રશાસનના નિર્દેશોનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.

તેમજ, પરિસ્થિતિ વિશે સતત અપડેટ મેળવતા રહેવા અને જરૂર પડે તો દૂતાવાસના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા પણ જણાવાયું છે. હાલ સ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.


આ પણ વાંચો: ઈરાન પછી, યમનમાં સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન, જેમાં 1990 પહેલાની વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની માંગ

 આ પણ વાંચો: ટ્રમ્પ માટે નવી મુસીબત! શું ટ્રમ્પ ટેરિફના અબજો ડોલર પાછા આપશે? કેલિફોર્નિયાના ગવર્નરની આક્રમક માંગ

 આ પણ વાંચો: મેક્સિકોમાં ટ્રેન પાટા પરથી ઉતરી,13 લોકોના મોત,98થી વધુ લોકો ઘાયલ