Trump tariff refund demand: અમેરિકન સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિને ગેરબંધારણીય જાહેર કરતા જ હવે વસૂલાયેલા અબજો ડોલર પાછા મેળવવા માટે દબાણ શરૂ થયું છે. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂઝોમ (Gavin Newsom) એ ટ્રમ્પ સરકાર સામે મોરચો માંડતા માંગ કરી છે કે ગેરકાયદેસર રીતે વસૂલવામાં આવેલી ટેરિફની રકમ તાત્કાલિક અમેરિકન નાગરિકોને પરત કરવામાં આવે.
ગવર્નર ગેવિન ન્યૂઝોમનો ટ્રમ્પ પર પ્રહાર
કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂઝોમએ સોશિયલ મીડિયા અને મીડિયા નિવેદનો દ્વારા Donald Trumpને આડે હાથ લીધા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “તમારા ગેરકાયદેસર ટેક્સનું રિફંડ અત્યારે જ તમામ અમેરિકનોને જારી કરો. આ નાગરિકોની મિલકત છે અને તેને રોકી રાખવી એ અન્યાય છે.” ન્યૂઝોમનું માનવું છે કે આ ટેરિફના કારણે મોંઘવારી વધી અને સામાન્ય જનતાના ખિસ્સા પર બોજ પડ્યો છે.

શું ભારતને મળશે tariff refund?
સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થઈ રહ્યો છે કે શું ભારત જેવા દેશોને આ રકમ ખરેખર પાછી મળશે. ભારત પર અગાઉ 18% રેસિપ્રોકલ ટેરિફ લાદવામાં આવ્યો હતો, જે રશિયન તેલના મુદ્દે તો 50% સુધી પહોંચી ગયો હતો. જોકે, રિફંડની બાબતમાં એક મોટી ગૂંચવણ એ છે કે અર્થશાસ્ત્રી અજિત રાનાડેના મતે આ ટેરિફની રકમ મુખ્યત્વે અમેરિકાની આયાતકાર કંપનીઓએ ચૂકવી હતી, નહીં કે ભારતીય નિકાસકારોએ, જેના કારણે રિફંડ પર કાયદેસરનો હક અમેરિકન કંપનીઓનો જ બને છે. અત્યારે ‘કોસ્ટકો’ જેવી દિગ્ગજ અમેરિકન કંપનીઓએ રિફંડ મેળવવા માટે કોર્ટના દરવાજા પણ ખટખટાવ્યા છે, પરંતુ જજ બ્રેટ કેવનોએ એવા સંકેત આપ્યા છે કે અબજો ડોલર પાછા આપવાની આ સમગ્ર પ્રક્રિયા કાયદાકીય રીતે અત્યંત જટિલ હોઈ શકે છે.
નાના વેપારીઓ માટે સારા સમાચાર
યુએસ ચેમ્બર ઓફ કોમર્સે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. ચેમ્બરના નીલ બ્રેડલીએ જણાવ્યું કે, આ નિર્ણયથી અમેરિકાના 2 લાખથી વધુ નાના વેપારીઓને મોટી રાહત મળશે જેઓ સપ્લાય ચેઈન અને વધતા ખર્ચથી પરેશાન હતા. આ નિર્ણયથી આ વર્ષે આર્થિક વિકાસને વેગ મળશે તેવી આશા છે.
આ પણ વાંચો: અમેરિકન સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ગ્લોબલ ટેરિફ કર્યા રદ, ભારત પર લાદેલો 18% ટેક્સ પણ ગેરકાયદેસર
આ પણ વાંચો:ભારત-EU મેગા ડીલ! ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે ભારત અને યુરોપ વચ્ચે ‘મધર ઓફ ઓલ ડીલ્સ’
આ પણ વાંચો:ટ્રેડ વોરમાં ભારતને રાહત: અમેરિકા 25% ટેરિફ હટાવવાની તૈયારીમાં, જાણો શું છે નાણામંત્રીનો ઈશારો
