ગુજરાત/ કોરોના કાળમાં પણ ગુજરાતની વિકાસયાત્રા યથાવત  : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ

અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા થયેલા રૂ. 363 કરોડ ના વિકાસ કાર્યોનું કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત

Top Stories India
લોકાર્પણ કોરોના કાળમાં પણ ગુજરાતની વિકાસયાત્રા યથાવત  : કેન્દ્રિય ગૃહમંત્રી

કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિતભાઈ શાહે અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ શહેરી સત્તા વિકાસ મંડળ દ્વારા થયેલા રૂપિયા 363 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પ્રસંગે જણાવ્યું હતું કે , કોરોના કાળમાં ગુજરાતની વિકાસયાત્રા અટકી નથી, ધીમી પડી નથી. તેમણે ઉમેર્યું કે, જ્યારે સમગ્ર વિશ્વમાં વિકસિત દેશો પણ મંદીનો સામનો કરી રહ્યા હતા ત્યારે પણ ગુજરાતમાં વિકાસકાર્યો તેજ ગતિથી આગળ રહ્યા હતા.

અમિતભાઈ શાહે  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કામ કરી રહેલી ગુજરાતની નવી ટીમની પ્રશંસા કરતા કહ્યું કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં શહેરી વિકાસ અને વન-પર્યાવરણ જેવા વિવિધ ક્ષેત્રોમાં નક્કી કરેલા લક્ષ્યાંકોને પાડવા માટે પાર પાડવા માટે ગુજરાતમાં ભુપેન્દ્રભાઈ અને તેમની નવી ટીમ રાત-દિવસ પરિશ્રમ કરી રહી છે. ગૃહ મંત્રીએ આ તકે અમદાવાદ મહાનગર પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ આ વિકાસ કાર્યો માટે અભિનંદન પાઠવ્યા હતા.

અમિતભાઈ શાહે અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં થયેલા રૂ. 113.93 કરોડના વિકાસકાર્યોનુ લોકાર્પણ અને 165.58 કરોડનું ખાતમુહૂર્ત તેમ જ ઔડાના રૂ. 83.51 કરોડના ખાતમૂહૂર્ત સંપન્ન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી એ અમદાવાદ મહાનગરપાલિકા ક્ષેત્રમાં ઉત્તર પશ્ચિમ ઝોનના થલતેજ અને ગોતા વોર્ડમાં સ્વીમિંગ પુલ, જિમ્નેશિમય અને ટેનિસ કોર્ટનું લોકાર્પણ કર્યું હતું. મંત્રીએ થલતેજ વોર્ડમાં નવા વોટર ડિસ્ટ્રીબ્યૂશન સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યું, જેના પગલે થલતેજમાં નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે.

અમિતભાઈએ અમદાવાદ બોટાદ રેલવે લાઈન પર ક્રોસીંગ નં- 20 વસ્ત્રાપુર સ્ટેશન પાસે અંડરપાસ તેમ જ સીમ્સ હોસ્પિટલ ચાર રસ્તા પાસે ફોર લેન ફ્લાય ઓવર બ્રીજને પણ ખુલ્લા મૂક્યા હતા. આ ઉપરાંત ગોતાના ગામ તળાવ, વેજલપુર વોર્ડમાં આરીસીસ રોડ, જોધપુર વોર્ડમાં નવું હેલ્થ સેન્ટર અને જાસપુર વોટર વર્ક્સ ખાતે 200 એમએલડી ક્ષમતાના નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.

આ અવસરે નગરજનોને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે કે, યોજનાઓ સમય કરતા વહેલી પૂરી થાય તે દિશામાં ગુજરાતની નવી ટીમ આગળ વધી રહી છે. સુવિધાસભર અને ઇઝ ઓફ લિવીંગમાં અગ્રેસર, આત્મનિર્ભર નગરો-મહાનગરોના નિર્માણથી આત્મનિર્ભર ગુજરાત દ્વારા આત્મનિર્ભર ભારત સાકાર કરવું છે. અમદાવાદ – ગાંધીનગરમાં કુલ રૂ. 363 કરોડના વિકાસ કામોની ભેટ એ તરફનું વધુ એક કદમ છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વિકાસ જ આપણી પ્રાથમિકતા છે. વિકાસનો કોઇ વિકલ્પ નથી. રાજ્યના મહાનગરો સ્વચ્છતા-ડ્રેનેજ, વોટર ટ્રીટમેન્ટ-રિસાયકલીંગ ઓફ વોટરના ક્ષેત્રોમાં વિશ્વના શહેરોની સ્પર્ધા કરે એવી સ્થિતી ઊભી કરવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ.

તેમણે વધુમાં કહ્યું કે, છેલ્લા બે – અઢી દાયકામાં ગુજરાતમાં માર્ગ, વીજળી, પાણી, ગેસ, બ્રોડબેન્ડ કનેક્ટિવીટી જેવી સુવિધાઓનું વિરાટ માળખું રાજ્ય સરકારે રચ્યું છે. ઓનલાઇન સિસ્ટમથી નકશા પ્લાન પાસ કરવા, વેરા બિલ ભરવા જેવી સિટીઝન સેન્ટ્રીક સગવડતાઓ અપનાવી લોકોને નગરપાલિકા-મહાપાલિકાની ઓફિસે આવવું જ ન પડે તેવી સુદ્રઢ વ્યવસ્થા ઊભી કરી છે. તેમણે આત્મવિશ્વાસપૂર્વક કહ્યું કે, નાણાંના અભાવે કોઇ યોજના અટકી હોય એવી સ્થિતીને ગુજરાતમાંથી દેશવટો આપ્યો છે. આપણે એવું આયોજન કર્યુ છે કે, રૂપિયા સામે સવા રૂપિયાનું કામ થાય છે. ડંકાની ચોટ ઉપર પૂરેપૂરી ટ્રાન્સપરન્સી સાથે અને એક પણ પાઇ પૈસાના ભ્રષ્ટાચાર વિના થાય તેની ફૂલપ્રૂફ વ્યવસ્થા વિકસાવી છે.

મહિલા રાજ / સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ, હડમતીયા ગામ

Covid-19 Update / રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો, તંત્રની ચિંતામાં વવધારો, હજુ પણ બિન્દાશ ફરતી જનતા..