Breaking News: અમદાવાદમાં શહેરમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાને લઈને પોલીસ તંત્ર પર થતાં પ્રહારોના પગલે છેવટે શહેર પોલીસ કમિશ્નર જી એસ મલિકે સપાટો બોલાવ્યો છે. તેમણે એકઝાટકે શહેરમાં 27 પોલીસ ઇન્સ્પેક્ટર (PI)ની આંતરિક બદલી કરતાં શહેરના પોલીસ વર્તુળોમાં સોંપો પડી ગયો છે. પોલીસ તંત્રના ટીકાકારોએ જણાવ્યું છે કે તંત્રએ છેવટે તેની ટીકાની સુધ લીધી ખરી. પોલીસ કમિશ્નર મલિકના આ સપાટાના પગલે શહેરના કેટલાય પોલીસ સ્ટેશનોને નવા પોલીસ ઇન્સ્પેક્ટર મળશે. અત્યાર સુધી આ પોલીસ સ્ટેશનો ઇન્ચાર્જથી જ ચાલતા હતા. તેના કારણે શહેરના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો થશે તેમ મનાય છે. કૃષ્ણનગર, ચાંદખેડા, શહેરકોટડા, આનંદનગર અને માધવપુરા જેવા મહત્વપૂર્ણ પોલીસ સ્ટેશનો છેલ્લા ઘણા સમયથી માત્ર ઇન્ચાર્જ આધારિત ચાલતા હતા. હવે અહીં નિયમિત PIની નિમણૂંક કરીને તંત્રએ આ ખામી પૂરી કરી છે.
અમદાવાદ શહેર પોલીસમાં મોટા પાયે આંતરિક બદલીમાં કેટલાકનું સારી કામગીરીના કારણે પ્રમોશન થયું છે તો કેટલાકનું વિવાદોમાં સંડોવણીના લીધે અને નબળી કામગીરીના કારણે અવાંછિત જગ્યાએ ટ્રાન્સફર સહન કરવાની આવી છે. કુલ 27 PIની બદલી (Ahmedabad 27 PI Badli) અને લિવ રિઝર્વમાં રહેલા 8 PIને નવી નિમણૂંક (Ahmedabad 27 PI Badli) આપવામાં આવી છે. આ ફેરબદલમાં સૌથી વધુ ચર્ચામાં રહેલી બદલી દાણીલીમડા પોલીસ સ્ટેશનના PIની છે, જેમને કંટ્રોલરૂમમાં મૂકાયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ કેમિકલ ચોરીના કેસમાં સ્થાનિક પોલીસની નિષ્ફળ કામગીરી તેમને ભારે પડી છે. અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાવવાની છે ત્યારે કાયદો અને વ્યવસ્થાના મોરચે પણ પોલીસ તંત્ર તેની ખામી ડામવા સજ્જ બન્યુ હોવાના પગલે અત્યારથી જ આ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
Ahmedabad 27 PI Badli: મહત્વના વિસ્તારોને PI મળ્યા ,ઇન્ચાર્જથી થઇ રહી હતી કામગીરી
27 PIની આંતરિક બદલી, (Ahmedabad 27 PI Badli) કેટલાકને એજન્સીમાંથી પોલીસ સ્ટેશનમાં, કેટલાકને સ્ટેશનમાંથી એજન્સીમાં મૂકાયા છે. પોલીસ કમિશનર જી.એસ. મલિકે શહેરના અનેક PIની આંતરિક બદલી કરી છે. કેટલાય PI લાંબા સમયથી એક જ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. કેટલાક PI નાના,મોટા વિવાદોમાં ઘેરાયા હતા. કેટલાક વિસ્તારોમાં વધતા ક્રાઈમને ધ્યાનમાં રાખીને સક્ષમ PIની બદલી (Ahmedabad 27 PI Badli) પણ કરવામાં આવી છે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તંત્રએ સ્થળાંતર કર્યું હોવાનું જાણવા મળે છે.સ્થાનિક પોલીસની નિષ્ફળ કામગીરીના પગલે અનેક PIને કંટ્રોલરૂમમાં મોકલાયા, શહેરના કેટલાક સ્ટેશનોમાં છેલ્લાં દિવસોમાં પોલીસે અપેક્ષા મુજબ કામ ન કરતાં અનેક કેસોમાં સ્થાનિક પોલીસની કામગીરી સવાલોમાં આવી હતી.તેના પગલે PIની બદલી કરવામાં આવી છે.
નારોલ પોલીસ સ્ટેશન
SMC અને એજન્સીની 10 દિવસમાં 5 રેડ થતાં સ્થાનિક પોલીસની શંકાસ્પદ ભૂમિકા સામે આવી. નારોલ PIની બદલી થઈ.
દાણીલીમડા પોલીસ સ્ટેશન
SMC દ્વારા કરાયેલા કેમિકલ ચોરીના કેસમાં સ્થાનિક પોલીસે યોગ્ય પગલાં નહીં લેતાં, PIને કંટ્રોલરૂમમાં મોકલાયા.
દરિયાપુર પોલીસ સ્ટેશન
SMCએ મોટો જુગાર કેસ કર્યો હતો, જેમાં પણ સ્થાનિક પોલીસ નિષ્ફળ રહી.દરિયાપુર PIની બદલી કરવામાં આવી.
માધવપુરા PI KP જાડેજા લાંબા સમયથી બીમાર
માધવપુરા પોલીસ સ્ટેશનના PI K.P. જાડેજા લાંબા સમયથી અસ્વસ્થ હોવાથી તેમના સ્થાને C.R. રાણાની નિમણૂક કરવામાં આવી છે.


આ પણ વાંચો:મહેસાણા પોલીસ બેડામાં મોટો ફેરફાર, 24 અધિકારીઓની તાત્કાલિક બદલી
આ પણ વાંચો:ગુજરાત મહેસૂલ વિભાગમાં ધરખમ ફેરફાર, એકસાથે 352 મહેસૂલી કર્મચારીઓની બદલી
આ પણ વાંચો:સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની બદલી, જાણો કોને સોંપાઈ જવાબદારી?
