Dharm & Bhakti: જ્યોતિષ શાસ્ત્ર (Astrology)માં મરેલો ઉંદર જોવો એ નકારાત્મક ઊર્જા અને ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓનો સંકેત માનવામાં આવે છે. ઑફિસ જતી વખતે જો તમને મરેલો ઉંદર જોવા મળે તો એ અનિચ્છનીય ઘટના, કારકિર્દીમાં વિઘ્ન અને સંબંધોમાં દગો મળવાના સંકેતો છે. આવા સમયે તમારે સતર્ક રહીને કાર્ય કરવાની સલાહ આપવામાં આવે છે.
મહદ્ અંશે, લોકો ઘરમાંથી બહાર નીકળતી વખતે બનતી નાની-નાની ઘટનાઓને સામાન્ય ગણીને એમની અવગણના કરે છે. પરંતુ, જ્યોતિષીય દ્રષ્ટિકોણથી જોઇએ તો, આવી ઘટનાઓ આવનારા સમયના શુભ અથવા અશુભ (Shubh or Ashubh) સંકેતો હોઇ શકે છે. વિશેષ કરીને, ઑફિસમાંથી બહાર નીકળતી વખતે મરેલો ઉંદર જોવા મળે (Found a dead mouse) તો એનો શો અર્થ થાય? મૃત ઉંદરને દેખવો, એ વ્યક્તિને અનેક પ્રકારે સાવધાન રહેવા તરફના સંકેતો છે! સામુદ્રિક શાસ્ત્ર (Samudrik Shastra)માં આવું બનવું એ વ્યક્તિના જીવન, કેરિયર અને સંબંધો (Life, Career, Relationship) પર ઊંડી અસર કરનાર ઘટના માનવામાં આવે છે.

મરેલો ઉંદર જોવા મળે તો…એ સંકેત છે કે સંયોગ?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મૃત મૂષક અર્થાત્ મરેલા ઉંદરને જોવો એ ઘટના કેવળ એક સંયોગ નથી પરંતુ, અનેક ગૂઢાર્થોની સૂચક છે. મૂષકને ભગવાન ગણેશજી (Lord Ganesha)ની સવારી માનવામાં આવે છે અને આથી જ આવી ઘટનાને અવગણવાથી કે ઉંદરને નુકસાન પહોંચાડવાનું એ યોગ્ય માનવામાં આવતુ નથી. આને એક અવાંછિત ઘટના માનવામાં આવે છે અને આવી સ્થિતિમાં તમારે ગણેશ સ્ત્રોત્રનું પઠન કરવું જોઇએ અને ગણેશજીને પીળા ગલગોટાના ફૂલ (Marigold Flowers) અર્પણ કરવા શુભ માનવામાં આવે છે.

નકારાત્મક ઊર્જા અને પડકારોનું પ્રતીક
મૃત ઉંદર ઘણી વાર તમારા જીવનમાં વિદ્યમાન નકારાત્મક ઊર્જા (Negative Energy), વણસેલા સંબંધો અથવા હાનિકારક આદતોનું પ્રતીક હોય છે. આ સંકેત આપે છે કે, કોઇક બાધા તમારી પ્રગતિને રુંધી રહી છે અને તમારે એ પ્રત્યે સજાગ થવાની જરુર છે! વ્યાપાર કરનારા લોકો માટે મરેલો ઉંદર જોવો એ આર્થિક નુકસાન અથવા ધંધો-વેપાર ધીમે-ધીમે કથળવાની તરફ ઇશારો કરે છે.
વિશ્વાસઘાત અને છૂપા ખતરા તરફ સંકેત
ઉંદર ચાલાકી અને સ્માર્ટ સર્વાઇવલ (Smart Survival)નું પ્રતીક છે. આથી જો મૃત ઉંદર જુઓ તો એ તમને નજીકના ભવિષ્યમાં કોઇ છૂપા જોખમ, દગા અથવા તો વિશ્વાસઘાત (Betrayal) મળી શકે છે. આ એની તરફ પણ ઇશારો કરે છે કે એ તમારી કેરિયર, વ્યક્તિગત સંબંધો અથવા મિત્રો સાથે સંકળાયેલી બાબતમાં પણ હોઇ શકે છે! આવા સમયે પોતાના અંતરાત્માના અવાજ પર પૂર્ણ ભરોસો કરો અને પૂર્ણતયા સાવધાન રહો!

રસ્તામાં કે કાર્યસ્થળે મરેલો ઉંદર જોવાથી શું થાય છે?
હવે જો મૃત ઉંદર (Dead Rat) તમને રસ્તે જતાં દેખાય તો તમારા જીવનની યાત્રામાં આવનારા વિઘ્નો, પડકારો અને તમે ખોટી દિશામાં જઇ રહ્યાં હોવા તરફ ઇશારો કરે છે. જ્યારે ઑફિસમાં તમને એ દેખાય તો તણાવ, સહકર્મચારીઓ સાથે તકરાર અથવા તો અચાનક ઉત્પન્ન થનારી તકલીફોના સંકેતો હોઇ શકે છે. તાજો મરેલો ઉંદર અને મૃત્યુ પછી સમય વીત્યે ફૂલી ગયેલો ઉંદર, આ બંનેને જોવાના અર્થઘટનો અલગ-અલગ માનવામાં આવે છે. જો તમને તાજો મરેલો ઉંદર દેખાય તો એ નવી સમસ્યાઓના સંકેત છે જ્યારે મર્યા બાદ ફૂલી ગયેલો ઉંદર જુઓ તો એને તમારી કુંઠિત થઇ ગયેલી ભાવનાઓ અથવા તો લાંબા સમયથી ચાલી રહેલા તણાવ (Hidden Feelings or Tension)નું પ્રતીક માનવામાં આવે છે.
આ પણ વાંચો: વિશ્વનું એક માત્ર સીતા માતાનું મંદિર! આજે પણ જોવા મળે છે અશોક વાટિકાના નિશાન
આ પણ વાંચો: કળિયુગના 10 મહાપાપ, જે મનુષ્ય જાણતા-અજાણતા કરતો જ રહ્યો છે…
આ પણ વાંચો:
