Today Special/ ગ્રામ સ્વરાજ…ભારતની સ્થાનિક શાસન પ્રણાલીનો દ્યોતક આજે ‘રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ’…

દેશમાં 73મું સંવૈધાનિક સંશોધન અધિનિયમ અમલી બનવાની ખુશીના પ્રતીક સમો ‘રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ’ (National Panchayati Raj Day 2026) વર્ષ 1993ના…

Trending India Lifestyle
National Panchayati Raj Day 2026, મહાત્મા ગાંધી, ગ્રામ સ્વરાજ, ભારતીય, બંધારણ

Today Special: ભારતભરમાં આજે અર્થાત્ 24 એપ્રિલ 2026ના રોજ, દર વર્ષની જેમ લોકતંત્ર અને પંચાયતી રાજ સંસ્થાઓના સંસ્થાઓના સંવૈધાનિક દરજ્જાના સન્માન હેતુથી ‘રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ’ (National Panchayati Raj Day 2026)ની ઉજવણી કરવામાં આવે છે.

દેશમાં 73મું સંવૈધાનિક સંશોધન અધિનિયમ અમલી બનવાની ખુશાલીના પ્રતીક સમો આ દિવસ છે. વર્ષ 1993ના 24 એપ્રિલથી આ અધિનિયમ સમગ્ર દેશભરમાં લાગુ થયો હતો જેણે ગ્રામીણ સ્થાનીય સ્વશાસન (Rural local self-government)ને સંવૈધાનિક માન્યતા પ્રદાન કરી હતી.

‘રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ’ (National Panchayati Raj Day 2026)નું મહત્વ

ભારત એક વિવિધતાસભર અને વિશાળ દેશ છે, જ્યાં ‘ગામડું’ (Village) એક ભૌગોલિક એકમ નથી પણ દેશના લોકતંત્રના મૂળ ધબકારા છે. ભારતભરમાં આજે અર્થાત્ 24 એપ્રિલ 2026ના રોજ દર વર્ષની જેમ લોકતંત્ર અને પંચાયતી રાજ સંસ્થાઓના સંસ્થાઓના સંવૈધાનિક દરજ્જાના સન્માન હેતુથી ઉજવણી કરવામાં આવે છે. દેશમાં 73મું સંવૈધાનિક સંશોધન અધિનિયમ અમલી બનવાના પ્રતીક સમો આ દિવસ છે. મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ના આદર્શ વાક્ય ‘ગ્રામ સ્વરાજ’ (Gram Swaraj)ને મૂર્તિમંત કરતો આ દિવસ છે.

રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ એવા લાખો ચૂંટાયેલા ગ્રામ પ્રતિનિધિઓને સન્માનિત કરવા માટે મનાવવામાં આવે છે કે જે કેન્દ્ર સરકાર (Central Government) અને ગ્રામીણ ક્ષેત્રોના છેક છેવાડાના લોકો વચ્ચેનું અંતર ઘટાડે છે અને ભૂમિ સ્તરે લોકતંત્ર (Democracy)ની જડને મજબૂત રાખવામાં મદદ કરે છે.

National Panchayati Raj Day 2026, મહાત્મા ગાંધી, ગ્રામ સ્વરાજ, ભારતીય, બંધારણ

‘રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ 2026’નું થીમ

પંચાયતી રાજ મંત્રાલય દ્વારા આ વર્ષનું ‘રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ 2026’નું થીમ (Theme)જાહેર કરાયું છે જે થીમ છે….

‘સશક્ત પંચાયત, સર્વાંગી વિકાસ’

અર્થાત્

‘Empowered Panchayats, Holistic Development’

આ વિષયવસ્તુ અનુસાર, સ્થાનીય સ્તરે સતત વિકાસ લક્ષ્યો (SDG) અને ઈ-ગ્રામસ્વરાજના માધ્યમ દ્વારા ‘ડિજિટલ શાસન’ (Digital Governance) પર ભાર મૂકવામાં આવ્યો છે જેથી વર્ષ 2027 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય સુનિશ્ચિત થઇ શકે.

National Panchayati Raj Day 2026, મહાત્મા ગાંધી, ગ્રામ સ્વરાજ, ભારતીય, બંધારણ

રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસનો ઇતિહાસ (History)

ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થાનો ઇતિહાસ લોકતાંત્રિક મૂલ્યોના વિકાસ અને ગાંધીવાદી ગ્રામ સ્વરાજ (ગામડાઓમાં સ્વશાસન) તથા સત્તાના વિકેન્દ્રીકરણ પર આધારિત છે. આઝાદી મળ્યા બાદ ભારતીય સંવિધાન (Indian Constitution)ના અનુચ્છેદ 40ને સંવિધાનનો ‘ગાંધીવાદી આત્મા’ માનવામાં આવે છે જે ‘ભારતનો આત્મા તેના ગામડાઓમાં વસે છે’ એવા મહાત્મા ગાંધીના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.

ભારતના બંધારણના ભાગ IV (રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંત) તથા અનુચ્છેદ 40 અંતર્ગત, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને ભારતના લોકોના કલ્યાણ અને સામાજીક ખુશી અંગેની નીતિઓ બનાવવા અને એમને લાગુ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

પ્રાચીન સમયમાં પરંપરાગત રીતે પંચાયત નામથી ઓળખાતી ગ્રામ પરિષદો જ સ્થાનીય પ્રશાસનનો કાર્યભાર સંભાળતી હતી, પરંતુ બ્રિટિશ શાસન (British Rule) દરમિયાન, આ વ્યવસ્થાની જગ્યાએ એક નવી શાસન વ્યવસ્થા લાગુ થવાથી પંચાયત વ્યવસ્થા ભાંગી પડી હતી.

આઝાદી પછી પ્રથમ બે પંચવર્ષીય યોજનાઓમાં ગ્રામીણ ક્ષેત્રોના વિકાસ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું હતુ. અને આ પ્રયાસોના પરિણામ સ્વરુપ, ભારતની પ્રથમ ગ્રામ પંચાયત (First Gram Panchayat)ની સ્થાપના 2 ઓક્ટોબર 1959ના રોજ રાજસ્થાનના નાગોર માં થઇ હતી અને ત્યાર બાદ, આંધ્ર પ્રદેશમાં 11 ઓક્ટોબર 1959ના રોજ અન્ય ગ્રામ પંચાયતની સ્થાપના કરવામાં આવી હતી.

National Panchayati Raj Day 2026, મહાત્મા ગાંધી, ગ્રામ સ્વરાજ, ભારતીય, બંધારણ

ભારતીય લોકતાંત્રિક સફરની એક પરિવર્તનની ક્ષણ

ભારતીય સંવિધાનના 73મા સંશોધને ડિસેમ્બર 1992માં અધિનિયમનું રુપ લીધું અને 24 એપ્રિલ 1993 થી એ અમલી બન્યું હતુ, જે ભારતીય લોકતાંત્રિક સફરની એક પરિવર્તનની ક્ષણ હતી.

આ ઐતિહાસિક સંશોધનમાં અનેક મહત્વપૂર્ણ પ્રાવધાન સામેલ કરવામાં આવ્યા જેમ કે,

1. દર 5 વર્ષે અનિવાર્ય ચૂંટણી

2. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ માટે અનામત બેઠકો

3. નિષ્પક્ષ ચૂંટણી થાય એ માટે રાજ્ય ચૂંટણી આયોગોની સ્થાપના

4. સમાન નાણાકીય વિકેન્દ્રીકરણ માટે રાજ્ય નાણા આયોગોનું ગઠન

વિકેન્દ્રીકૃત શાસનની દિશામાં પ્રથમ પગલું ભરતા ભારત સરકારે વર્ષ 2010માં 24 એપ્રિલે આ દિવસ પ્રથમ વાર ઉજવવાનું જાહેર કર્યુ હતુ જે ભૂમિ સ્તર પર એક સશક્ત લોકશાહીની ભાવનાનું સન્માન કરવાનો દિવસ મનાય છે.

National Panchayati Raj Day 2026, મહાત્મા ગાંધી, ગ્રામ સ્વરાજ, ભારતીય, બંધારણ

‘રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ’નો ઉદ્દેશ્ય

રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ભૂમિ સ્તરે સત્તાના વિકેન્દ્રીકરણ (Decentralization of power) અને લોકતાંત્રિક ભાગીદારી પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનું એક સશક્ત પ્રમાણ છે. ગ્રામીણ સમુદાયોને સશક્ત બનાવવા અને લિંગ, જાતિ વગેરેના ભેદભાવ વિના સમાવેશી શાસનને ઉત્તેજન આપવામાં આ દિવસની મહત્વપૂર્ણ ભૂમિકા છે. એના મૂળ ઉદ્દેશ્યો આ મુજબ છે.

1. ભૂમિ સ્તરે લોકતંત્રને મજબૂતી બક્ષવી

2. સમાવેશી ભાગીદારીને પ્રોત્સાહન આપવું

3. ગ્રામીણ વિકાસને ગતિ પ્રદાન કરવી

4. વહીવટમાં જવાબદારી અને પારદર્શિતા વધારવી

National Panchayati Raj Day 2026, મહાત્મા ગાંધી, ગ્રામ સ્વરાજ, ભારતીય, બંધારણ

રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2026

દર વર્ષે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના અવસર પર ભારત સરકાર દ્વારા પંચાયતી રાજ સંસ્થાઓ (PRI)ના ઉત્કૃષ્ટ યોગદાનને માન્યતા પ્રદાન કરવા તેમજ સન્માનિત કરવાના હેતુસર, ‘રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર’ એનાયત કરવામાં આવે છે. દેશભરમાં ગ્રામ પંચાયતો, બ્લોક પંચાયતો અને જિલ્લા પરિષદો દ્વારા કરવામાં આવેલી ટકાઉ, નવીન અને પ્રભાવશાળી પહેલને આ ઇનામ દ્વારા માન્યતા પ્રાપ્ત થાય છે અને પ્રોત્સાહન મળે છે.

આ પુરસ્કારોમાં દીન દયાળ ઉપાધ્યાય પંચાયત સતત વિકાસ પુરસ્કાર (DDUPSVP), નાનાજી દેશમુખ સર્વોત્તમ પંચાયત સતત વિકાસ પુરસ્કાર, ઉપરાંત ગ્રામ ઊર્જા સ્વરાજ વિશેષ પંચાયત પુરસ્કાર, કાર્બન ન્યૂટ્રલ વિશેષ પંચાયત પુરસ્કાર અને પંચાયત ક્ષમતા નિર્માણ સર્વોત્તમ સંસ્થાન પુરસ્કાર સામેલ છે.

અંતે નિષ્કર્ષ એ છે કે, આ વિશેષ દિવસને મનાવતી વખતે આપણે એક સહભાગી લોકતંત્રની ભાવનાનું સન્માન કરીએ છીએ જે પંચાયતી રાજ વ્યવસ્થાના પાયામાં રહેલી છે…અને એ છે ભારતના દરેકે દરેક ગામને સશક્ત બનાવી સમગ્ર દેશને મજબૂત બનાવવો!


આ પણ વાંચો: ભાષાકીય આધાર પર બનાવવામાં આવેલું ભારતનું પ્રથમ રાજ્ય…આજે 1 એપ્રિલ…’ઓડિશા ડે’ની ઉજવણી…

આ પણ વાંચો: હિમાચલ પ્રદેશ અર્થાત્ ‘હિમાલયના ખોળે વસેલો પ્રદેશ’…આજે 15 એપ્રિલ…’હિમાચલ ડે’ની ઉજવણી..!

આ પણ વાંચો: રાષ્ટ્ર નિર્માણમાં ભારતીય સિવિલ સેવકોના યોગદાનને સન્માનિત કરવાનો અવસર…આજે 21 એપ્રિલ…’રાષ્ટ્રીય સિવિલ સેવા દિવસ’